ટીમ ઇન્ડિયાને મળી ગયા નવો કોચ!, ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે આપી શકાય છે મોટી જવાબદારી

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમના વધારાના કોચ તરીકે બનાવવામાં આવી શકે છે. ટી-૨૦ વર્લ્ડ કપ બાદ કોચ રવિ શાસ્ત્રીનું કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તે આગળ કોચની જવાબદારી નિભાવવા માંગતા નથી. એવામાં નવેમ્બર-ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે રમાવનારી સીરીઝ માટે રાહુલ દ્રવિડને ટીમના વધારાના કોચ બનાવવામાં આવી શકે છે. રાહુલ દ્રવિડ છેલ્લા દિવસોમાં કોચ તરીકે શ્રીલંકાના પ્રવાસ પર પણ ગયા હતા.

ઇન્ડીયન એક્સપ્રેસના સમાચાર મુજબ, ન્યુઝીલેન્ડ સીરીઝ દરમિયાન રાહુલ દ્રવિડને વધારા કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓને કોચ બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ બીસીસીઆઈ પહેલા કોઈં ભારતીયને આ કમાં માટે જોઈ રહ્યા છે. રાહુલ દ્રવિડને બોર્ડ પૂર્ણકાલિક કોચ બનાવવા માંગતા હતા, પરંતુ તે વધુ ટ્રાવેલના કારણે કોચ બનવાની મનાઈ ફરમાવી ચુક્યા છે.

બીસીસીઆઈના એક અધિકારીએ કોચને અરજી કરવામાં વિલંબ અંગે જણાવ્યું હતું કે, “અમે ઈચ્છતા હતા કે જે પણ કોચ માટે યોગ્ય હોય તેનાથી તરફથી અમને મંજૂરી મળી જશે. અમે એવી સ્થિતિ ઉભી કરવા ઈચ્છતા નથી કે, આવેદાન બાદ કોઈ યોગ્ય વ્યક્તિ ના મળે.” અધિકારીએ જણાવ્યું છે કે, આ શરમજનક સ્થિતિ રહેશે. એટલા માટે બોર્ડ પહેલા યોગ્ય ઉમેદવારને શોધી રહ્યા છે અને ત્યાં સુધી રાહુલ દ્રવિડને જવાબદારી આપવામાં આવી શકે છે. બોર્ડે કેટલાક લોકોથી વાત કરી છે, પરંતુ તેમના તરફથી અત્યાર સુધી કોઈ પીઝીટીવ રિસ્પોન્સ મળ્યો નથી.

કોચ રવિ શાસ્ત્રીની સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરના કાર્યકાળ પણ ટી-૨૦ વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ટ્રેનર નીક વેબ પણ વર્લ્ડ કપ બાદ પદ છોડવાની વાત કહી ચુક્યા છે. પ્રથમ બોર્ડ ન્યુઝીલેન્ડ સીરીઝ સુધી શાસ્ત્રીને કોચ બનાવી રાખવા વિશેમાં વિચારી રહ્યા હતા, પરંતુ બાદમાં તેમને છોડી દીધા છે. ટીમ ઇન્ડિયાને નવેમ્બર-ડીસેમ્બરમાં ન્યુઝીલેન્ડે ૩ ટી-૨૦ અને ૩ ટેસ્ટની સીરીઝ રમવાની છે.

Scroll to Top