જો તમારી પાસે કાર ખરીદવા માટે બજેટ ઓછું છે અને તમે નાની કાર ખરીદવાનું વિચારી રહ્યો છો, તો Datsun redi-Go પર મળી રહેલ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. Datsun India તરફથી તહેવારોની સિઝનમાં આ કાર પર 40,000 રૂપિયા સુધીના લાભો મળી રહ્યા છે. કંપનીની આ ઓફર તહેવારોની સીઝન સુધી અથવા સ્ટોક સમાપ્ત થાય ત્યાં સુધી છે.
કંપની પોતાની લોકપ્રિય redi-GO કાર પર 40,000 રૂપિયા સુધીના લાભ આપી રહી છે. જેમાં 20 હજારનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજારનું એક્સચેન્જ બોનસ અને 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે ડૈટસનની કોઈ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે જેનો તમે લાભ લઇ શકો છો.
ડૈટસન Datsun redi-GO ની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 3.83 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત 4.95 લાખ રૂપિયા છે. તેની બેઝ મોડેલની દિલ્હીમાં ઓન રોડ કિંમત 4,20,140 રૂપિયા છે, જેને તમે આ તહેવારની સીઝનમાં તમામ ડિસ્કાઉન્ટ પછી 4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ઘરે લઇ જઈ શકો છો.
Datsun redi-GO માં 0.8-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવેલ છે, જે 54bhp ના પાવર સાથે અને 72Nm ના ટોર્ક જનરેટ કરે છે. જયારે, તેનું 1.0 લિટર 69bhp નો પાવર અને 91Nm નો ટોર્ક આપવામાં સક્ષમ હશે. માઇલેજની દ્રષ્ટિએ આ શ્રેષ્ઠ કારો માંથી એક છે. કંપનીનો દાવો છે કે આ કાર 22 કિલોમીટરપ્રતિ લીટર (kmpl) ની માઇલેજ આપે છે.
ડૈટસન રેડી-ગો (Datsun redi-GO) માં 14-ઇંચ ના વ્હીલ્સ સાથે L-shaped DRLs, chrome grille અને sleek headlamps મળે છે. કેબિનની અંદર મનોરંજન માટે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવેલ છે. સલામતી માટે બે એરબેગ મળે છે. આ ઉપરાંત કંપની ડૈટસન ગો (Datsun GO) અને Datsun GO Plus પર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.