કઈ રીતે જાણશો તમારા PF ખાતામાં કેટલું છે બેલેન્સ? આ 4 રીતો થશે મદદરૂપ

નોકરી કરતાં લોકોના પગારનો એક ભાગ PF તરીકે જમા થાય છે. આ માટે પ્રોવિડન્ટ ફંડ ખાતામાં દર મહિને પગારનો એક નિશ્ચિત હિસ્સો કાપવામાં આવે છે. મોટાભાગના કર્મચારીઓ એ જાણવા માટે ચિંતિત રહે છે કે આની માહિતી કેવી રીતે મળે કે PF ખાતામાં કેટલા પૈસા જમા છે? અગાઉ તમારા પ્રોવિડન્ટ ફંડ ખાતામાં કેટલા પૈસા જમા થયા છે તે શોધવું થોડું મુશ્કેલ હતું. પરંતુ હવે તમે સરળતાથી જાણી શકો છો કે PF તરીકે તમારા ખાતામાં કેટલા પૈસા છે. આવી ચાર સરળ રીતો છે, જેના દ્વારા તમે મિનિટોમાં તમારું PF બેલેન્સ જાણી શકશો.

Missed Call

તમે મિસ્ડ કોલ (Missed Call) કરીને તમારું PF બેલેન્સ જાણી શકો છો. આ માટે, તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવો પડશે. ત્યારબાદ મેસેજ દ્વારા તમને PF બેલેન્સની માહિતી મળશે.

EPFO Portal

EPFO Portal- epfindia.gov.in પર પણ PF બેલેન્સ જાણી શકો છો.

અહીં, ‘Our Services’ પર જઈને, ‘For Employees’ પર ક્લિક કરો, આ પછી, ખુલેલા પેજ પર તમારે પાસબુકનો વિકલ્પ પસંદ કરવો પડશે, જો કે, આ ત્યારે જ થશે જ્યારે તમારું UAN સક્રિય હશે અને PF એકાઉન્ટ સાથે લિંક થયેલ હશે, જ્યારે નવું પેજ ખુલશે ત્યારે તમારે તમારો UAN અને પાસવર્ડ દાખલ કરવો પડશે, આ પછી તમારી પાસબુકમાં PF બેલેન્સ જાણી શકાશે.

SMS

SMS દ્વારા પણ તમે PF બેલેન્સની માહિતી મેળવી શકો છો.

આ માટે તમારા મોબાઇલના મેસેજ બોક્સમાં EPFOHO UAN ENG લખો. ENG એટલે ભાષાથી છે. જો તમે ENG દાખલ કરો છો, તો તમને અંગ્રેજીમાં બેલેન્સની માહિતી મળશે. જયારે, હિન્દી ભાષાનો કોડ દાખલ કર્યા પછી, તમને તેના વિશે હિન્દીમાં માહિતી આપવામાં આવશે. તમે EPFOHO UAN ENG લખીને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર મેસેજ કરી શકો છો. આ પછી, તમારા નંબર પર પીએફ બેલેન્સની માહિતી મેસેજ દ્વારા પ્રાપ્ત થશે.

નોંધવા જેવી બાબત એ છે કે UAN ને બદલે તમારે તમારો UAN નંબર લખવાની જરૂર નથી. અહીં માત્ર UAN અંગ્રેજી અક્ષરોમાં લખવાનું રહેશે.

એપ્લિકેશન દ્વારા

આ માટે, m-epf એપ ડાઉનલોડ કરો અથવા તમે UMANG એપ દ્વારા PF બેલેન્સ પણ ચકાસી શકો છો. એપ દ્વારા બેલેન્સ ચેક કરવા માટે એપમાં મેમ્બર પર ક્લિક કરો. તે પછી બેલેન્સ/પાસબુક પર ક્લિક કરો. અહીં ક્લિક કર્યા પછી, તમારે તમારો UAN અને મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. આ માહિતી આપ્યા બાદ તમારા મોબાઈલ સ્ક્રીન પર PF બેલેન્સ તમારી સામે આવશે.

Scroll to Top