અનુષ્કાએ શેર કરી વિરાટ-વામિકાની તસ્વીર, સાથે રમતા જોવા મળ્યા પિતા-પુત્રી

અનુષ્કા શર્મા આ દિવસોમાં દુબઈમાં પતિ વિરાટ કોહલી સાથે છે. દુબઈમાં ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે અને અનુષ્કા શર્મા, વિરાટ કોહલીનો ઉત્સાહ વધારવા ત્યાં પહોંચી છે. અનુષ્કા શર્માએ તાજેતરમાં પોતાની કોરેનટાઈન લાઈફની ઝલક ચાહકોને આપી હતી. હવે લાગે છે કે, તેમનો કોરેનટાઈન પીરીયડ સમાપ્ત થઈ ગયો છે. તેની સાથે તે પતિ વિરાટ અને પુત્રી વામિકા સાથે સમય પસાર કરી રહ્યા છે.

અનુષ્કા શર્માએ એક શાનદાર ક્યૂટ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં વિરાટ કોહલી પુત્રી વામિકા સાથે જોવા મળી રહ્યા છે. તસ્વીરમાં વિરાટ કોહલી, વામિકાની સાથે રમતા હસતા જોવા મળી રહ્યા છે. વામિકા બોલ પીટમાં ઘણા બધા બોલ્સ સાથે બેઠેલી છે. તસ્વીરને શેર કરતા અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું છે કે, “મારું પ્રિય દિલ એક ફ્રેમમાં.”

અનુષ્કાની આ ક્યૂટ પોસ્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તેની સાથે સેલેબ્સના દિલ પણ તેને જોઇને તેના દીવાના થઈ ગયા છે. મસાબા ગુપ્તા, રકુલ પ્રીત સિંહ, નીતિ મોહન સાથે અન્યે આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસ્વીરને ક્યૂટ બતાવતા હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે.

આ અગાઉ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની ઘણી તસ્વીર શેર કરી જણાવ્યું હતું કે, તે દુબઈની હોટલમાં કોરેનટાઈન છે. તસ્વીરોમાં વિરાટ કોહલીને હોટલની બલાકની અને લોનમાં ઉભેલા જોવા મળી રહ્યા હતા.

Scroll to Top