રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના કારણે સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. જ્યારે હવે આ અંતર્ગત શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. શાળાના સંચાલકો અનુસાર, છેલ્લા દોઢ બે-વર્ષથી નાના બાળકોનું શાળામાં શિક્ષણ બંધ રહેલું છે.
શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ રહેવાની સીધી અસર બાળકોના માનસ પર જોવા મળી રહી છે. જો આ બાળકોનું ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ કરવામાં આવશે નહીં તો બાળકો ધીરે-ધીરે શાળાથી દૂર રહેવા લાગશે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવા બાળકોને ઓનલાઇન શિક્ષણ તેઓની આંખો અને મગજ પર માઠી અસર કરી રહ્યું હોવાનો મત તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગત જૂન મહિનાથી ધોરણ 9 થી 12 અને ધોરણ 6 થી 8 ના તબક્કાવાર વર્ગો શાળાઓમાં ઓફલાઇન શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં છેલ્લા દોઢ-બે વર્ષથી બધું સ્વતંત્ર બંધ છે એવામાં બાળકોના પાયાના શિક્ષણ ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાને લઈ છેલ્લા થોડા સમયથી ચર્ચાઓ કરવામાં આવી રહી છે.
તેમ છતાં, હવે શાળાના સંચાલકો દ્વારા ધોરણ-1 થી 5 ના સ્કૂલ વર્ગો શરૂ કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં વાલીઓ દ્વારા પણ પોતાના બાળકને શાળાએ મોકલવા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ તે પહેલા બાળકોને વેક્સીન આપવામાં આવે તો બાળકોની સલામતીમાં ચોકસાઈ રાખી શકાય તેવું માનવામાં આવી રહ્યું છે.
આ સિવાય રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ધોરણ 1 થી 5 બાળકના અભ્યાસનો પાયો માનવામાં આવે છે. જયારે દોઢ વર્ષ બાળકો શાળાએ ગયા નથી અને જો હજુ પણ શાળાઓ ખોલવામાં આવશે નહીં તો બાળકો શાળાએ જવાનું ભૂલી પણ જશે. ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકો અભ્યાસ કરવા કરતાં મોબાઈલમાં ધ્યાન આપી રહ્યા છે. જેના કારણે અભ્યાસમાં ઉણપ જોવા મળી રહી છે.
તેની સાથે સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે કોરોનાના કેસ નહિવત જોવા મળી રહ્યા છે. જેના કારણે શાળાના બાકી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવામાં આવે. જયારે ઓનલાઇન એજ્યુકેશનથી બાળકોની આંખોની મુશ્કેલીઓમાં વધારો થાય છે.
બીજી તરફ સતત ઘરે રહેવાથી બાળકો શાળાથી દુર ભાંગી રહ્યા છે. શાળાએ ન જવાના કારણે તેમના પર ઘેરી અસર પહોંચી રહી છે. મહત્વની વાત એ છે કે, કોરોનામાં સૌથી વધુ જો કોઈ ક્ષેત્રમાં અસર થઈ હોય તો તે બાળકોનું શિક્ષણ છે. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે તેવામાં આવે હવે શાળાઓને શરુ કરવાની માંગ ઉભી થઈ છે.