શું ગુજરાતમાં 100% ક્ષમતા સાથે ખોલવામાં આવશે થિયેટરો? આવ્યો ચોંકાવનારો રિપોર્ટ….

આવનારા દિવસોમાં દિવાળીનો તહેવાર આવવાનો છે તેને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે દિવાળીનો સમય આવતો હોય અને મુવી થિયેટરની વાત કરવામાં આવે નહીં તે બની શકે નહીં. કેમકે દિવાળીના દિવસોમાં મોટા બજેટ વાળી ફિલ્મો આવતી હોય છે. જ્યારે આ બાબતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

દિવાળીના દિવસમાં મોટા બજેટ વાળી મૂવી રીલીઝ થતી હોવાના કારણે મલ્ટીપ્લેકસ બેક ટુ નોર્મલ રહેવાની શક્યતા વ્યક્તા કરાઈ રહી છે. જ્યારે થિયેટરોના માલિકો દ્વારા મુખ્યમંત્રીને 100 ટકા કેપેસિટીની પરવાનગી મેળવવા માટે પત્ર પણ લખવામાં આવેલ છે. જો સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવશે તો કોરોનાની મહામારીને કારણે બંધ હાલત રહેલા થિયેટરોમાં ફરીથી લોકોની અવરજવર જોવા મળી શકે છે.

કેમકે કોરોના પ્રથમ લહેર બાદ થિયેટરોને ખોલવામાં આવ્યા ત્યારે ચાહકો ઘણા ઓછા પ્રમાણમાં આવી રહ્યા હતા. ત્યાર બાદ કોરોનાની બીજી લહેરને જોતા ફરી એક વખત મલ્ટિપ્લેક્સ ઓનર્સને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો, કેમકે તે દરમિયાન લગભગ 5 મહિના થિયેટરોને બંધ રાખવામાં આવ્યા હતા.

કોરોનાના કેસ ઓછા થતાની સાથે સિનેમાઘર ખુલ્લા તો મુકાયા પણ ફક્ત ઓટીટી પ્લેટફોર્મ પર થનારી હોલિવૂડ અને ગુજરાતી ફિલ્મો મૂકવામાં આવતી. પરંતુ બેક ટુ નોર્મલ આવતાની સાથે દિવાળીમાં નવી મુવીઝ લોકોને જોવા મળશે જેની પાસે સિનેમાઘર માલિકો તૈયાર થઈ ચૂક્યા છે અને આ માટે તેમણે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે.

તેની સાથે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, નાઈટ શો અને ૧૦૦ % ક્ષમતા માટે થિયેટરોને છૂટ આપવામાં આવશે. આ બાબતમાં વાઈડ એંગ્લના માલિકના જણાવ્યા મુજબ, સરકાર sop સાથે છૂટછાટ આપે તો દિવાળી સારી રહેશે. જ્યારે બીજી તરફ મૂવી બુક કરનાર સર્ટીફિકેટ બતાવે એ SOP માં સામેલ હશે તો અમે તેના માટે પણ તૈયાર છીએ. તેની સાથે જેની પાસે ના હોય એને વેક્સિનનું મહત્વ સમજાવવામાં આવશે.

તેની સાથે નવેમ્બર મહિનામાં દિવાળીના સમયમાં બિગ બજેટ વાળી ફિલ્મ સૂર્યવંશી પણ રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય નવેમ્બર મહિનામાં અભિનેતા જોન અબ્રાહમની સત્ય મેવ જયતે ટુ અને બંટી બબલી પણ આવવાની છે. ત્યાર બાદ થિયેટરોમાં ફરી એક વખત જીવ ફૂંકાઈ તેવી શક્યતા રહેલી છે, આ કારણોસર થિયેટર માલિકો સરકારને મનાવવામાં લાગી ગયા છે.

આ બાબતમાં મુકતા આર્ટના માલિક વિજેન્દ્ર શર્માના કહેવા મુજબ ડિસ્ટ્રીબ્યુટરની લીસ્ટ પણ આવી ગઈ છે. તેમ છતાં હજુ અસમંજસની સ્થિતિ રહેલી છે. કોરોના વાયરસના કેસ વધે તો સ્થિતિ ફરીથી બદલાઇ શકે છે. પરંતુ જો આવું કંઈપણ થાય નહીં તો સરકાર દ્વારા ચોક્કસથી વિચારવું જોઈએ કે, હવે થિયેટરોને બેક ટુ નોર્મલમાં શરુ કરી દેવામાં આવે. ગુજરાતમાં લોકો બેક ટુ નોર્મલ લાઇફ પસાર કરી રહ્યા છે. આ રીતે થિયેટરોને પણ નાઈટ શો અને વધારે કેપિસિટી વધારવાની મંજૂરી આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Scroll to Top