પત્ની સાથે ઝઘડો કરતા પતિને ગુસ્સો આવતા સળગાવી દીધું ઘર, સાથે સાથે પાડોશમાં આવેલા 10 મકાનો પણ ભડકે બળ્યા

માણસ ગુસ્સામાં કંઈપણ હદ વટાવી શકે છે તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિને એટલો ગુસ્સો આવી ગયો કે તેને પોતાનું ત ઘર તો સળગાવ્યું પરંતુ તેની સાથે બીજા દસને પણ સળગાવી નાખ્યા હતા. આ ઘટનાની વાત કરવામાં આવે તો આ મહારાષ્ટ્રના સતારાની છે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં રહેનાર એક વ્યક્તિને તેની પત્ની સાથે કોઈ વાતને લઈને માથાફૂટ થઈ હતી. આ ઝઘડો એટલી હદે વટી ગયો કે ગુસ્સામાં આવી ગયેલા પતિએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી હતી. જ્યારે જોતજોતામાં આગ દ્વારા વિકરાળ રૂપ લઇ લેવામાં આવ્યું હતું. આ આગની ઝપેટમાં આજુબાજુમાં આવેલા પાડોશીઓના 10 મકાનો પણ આવી ગયા અને તે પણ બળીને ખાક થઈ ગયા હતા.

આ ઘટના બાદ પાડોશીઓ અને ગામના લોકો ભારે ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ આરોપીને પકડીને જોરદાર માર પણ આપ્યો હતો. ત્યાર બાદ આરોપીને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ ઘટના સતારા જિલ્લામાં આવેલા પાતણ બ્લોકના માજગાવની રહેલી છે. અહીં સંજય પાટીલ નામનો વ્યક્તિ વસવાટ કરે છે. સંજયનો તેની જ પત્ની પલ્લવી સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. બંને વચ્ચે થયેલા ઝઘડાએ વિકરાળ સ્વરૂપ લઇ લીધુ અને વાત ખૂબ આગળ પણ વધી ગઈ હતી. ત્યાર બાદ સંજય ગુસ્સામાં આવી ગયો અને ઝઘડા બાદ ગુસ્સે થયેલા સંજયે પોતાના જ મકાનને આગ ચાંપી દીધી હતી. જેના કારણે જોતજોતામાં આગે વિકરાળ રૂપ લીધુ અને પાડોશમાં આવેલા 10 જેટલાં મકાનો તેની ઝપેટમાં લઇ લીધા હતા.

તેની સાથે સંજયે પોતાના જ મકાનને આગ લગાવી દીધી ત્યારે ઘરમાં ગેસનો સિલન્ડર પણ રહેલો હતો. સિલિન્ડર આગની ઝપેટમાં આવતા આગ વધી ગઈ હતી. તેમ છતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ પાડોશમાં આવેલા 10 જેટલાં મકાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ આગમાં લગભગ 50 લાખની સંપતિને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના બાદ ગામના લોકો પણ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ ગામના લોકો દ્વારા સંજયને પકડીને માર મારવામાં આવ્યો હતો. ગામના લોકોએ ત્યાર બાદ ઘટનાની જાણકારી પોલીસને આપી સંજયને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top