વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પલેક્સમાં ઝડપાયું કુટણખાનું

વડોદરામાં કુટણખાનું ઝડપાઈ આવી છે જેના કારણે વડોદરા શહેર ચર્ચામાં આવી ગયું છે. જેમાં જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્સમાં ચાલતા કુટણખાના ઉપર PCB શાખા દ્વારા દરોડો પાડવામાં આવતા 7 રૂપલલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટના એક વિચિત્ર વાત પણ જાણવા મળી છે કે, કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાતું હતું.

નોંધનીય છે કે, વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની મહિલા દ્વારા કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે તેવી જાણકારી PCB ની ટીમને મળી હતી. પોલીસની ટીમ દ્વારા જાણકારીના આધારે જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસની ટીમને ઘટના સ્થળ પરથી 8 યુવતિઓ અને 3 ગ્રાહક મળ્યા હતા. પોલીસ દ્વારા ત્યાર બાદ આ તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

જ્યારે કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાતું હતું. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવી રહ્યા હતા તેને લઈને ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીઓ ક્યાંથી લવાતી હતી, ક્યારથી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે આ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Scroll to Top