રાજ્યમાં હવે દિવાળીનો તહેવારનો આવી રહ્યો છે. જ્યારે દિવાળીનો તહેવાર આવે ત્યારે નોકરિયાત વર્ગ બોનસની આશા રાખીને બેઠેલો હોય છે. આ બાબતમાં સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા જ મોટી ભેટ મળી ગઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાખો સરકારી કર્મચારીઓને દિવાળીના તહેવારો પહેલા જ દિવાળી ગિફ્ટ આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે પચાસ લાખ જેટલા સરકારી કર્મચારીઓને તેનો ફાયદો થશે. તેમ છતાં સરકાર દ્વારા હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
જ્યારે મોંઘવારી ભથ્થુ કર્મચારીઓને વેતનના આધારે આપવામાં આવે છે. શહેરી, અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં નોકરી કરતા કર્મચારીઓ માટે અલગ-અલગ મોંઘવારી ભથ્થુ રહેલું હોય છે. તેની ગણતરી મૂળ પગાર પર થતી હોય છે. મોંઘવારી ભથ્થુ ગણવા માટે એક ફોર્મ્યુલાનક્કી કરાઈ છે. જેમાં બજારના મોંઘવારીના પરિબળોને ગણતરીમાં લેવામાં આવે છે.
તેની સાથે દેશમાં જે રીતે મોંઘવારી વધે તેના આધારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ અપાઈ છે. જેનો લાભ કેન્દ્ર સરકારના, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળે છે. ભારતમાં મોંઘવારી ભથ્થુ આપવાની શરૂઆત 1972 થી કરવામાં આવી હતી. જેની શરૂઆત મુંબઈથી કરવામાં આવી હતી અ્ને પછી તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું.