ન્યૂ મેક્સિકોના સેન્ટા ફેમાં બોનાન્ઝા ક્રિક રેન્ચ ફિલ્મ સેટથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં એક ભૂલથી ગોળી ચલાવી દેવાના કારણે સિનેમેટોગ્રાફરનું મોત થયું હોવાની જાણકારી સામે આવી છે.
આ બાબતમાં જાણવા મળ્યું છે કે, ન્યૂ મેક્સિકોના સેન્ટા ફેમાં બોનાન્ઝા ક્રિક રેન્ચ ફિલ્મ સેટ પર ગુરુવારના આ દુઃખદ ઘટના ઘટી હતી. જેમાં 42 વર્ષીય સિનેમેટોગ્રાફર હલિના હચિન્સનું મોત નીપજ્યું છે. જ્યારે લેખક અને નિર્દેશક 48 વર્ષીય ઝોએલ સૂઝા પણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઇ ગુનો દાખલ કરાયો નથી અને ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમ છતાં તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે શું પ્રોપ ગન રિયલ ગોળીઓથી ભરેલી હતી કે નહી. અત્યારે તો ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂ દ્વારા મૌન પાળવામાં આવ્યું છે. જ્યારે અત્યારે સિનેમેટોગ્રાફરને શ્રદ્ધાંજલિ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. લોકોએ તેના માટે ભાવૂક વાતો લખવામાં આવી રહી છે.
જેમાં કોઈ દ્વારા લખવામાં આવ્યું છે કે, હું તને યાદ કરીશ. જ્યારે કોઈ બીજા એક મિત્ર જેક કેસવેલે જણાવ્યું છે કે, મને એવું લાગી રહ્યું છે મારી અંદરથી હવા ચાલી ગઇ છે. તમે મને ખુબ યાદ આવશો.
તેની સાથે કેલિફોર્નિયામાં રહેનારી 42 વર્ષીય હચિન્સને હોલીવૂડની સેલેબમાંથી એક માનવામાં આવતી હતી. જેનું નામ અમેરીકિ સિનેમેટોગ્રાફર દ્વારા 2019 માં એક લિસ્ટમાં સામેલ કરાયું હતું.