દેશમાં હાલ ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ રહી છે ત્યાં તાજેતરમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેની સાથે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સાથે પાડોશી દેશ નેપાળમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. તેની સાથે બન્ને રાજ્યો તેમજ નેપાળના વિવિધ વિસ્તારોમાં 150 થી વધુ લોકોના મોત નીપજ્યા છે.
જ્યારે હવે ઉપરોક્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તાત્કાલિક સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે મોરારીબાપૂ દ્વારા રૂપિયા ૬ લાખની સહાયતા રકમ આપવામાં આવશે. આ પૈકી રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ ઉત્તરાખંડ, રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ હિમાચલ પ્રદેશ અને રૂપિયા 1 લાખ નેપાળ ખાતે મોકલાશે. જ્યારે તમામ મૃતકો ના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે અને મૃતકો ના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેની સાથે તેમને જરૂરીયાત લોકોને સહાય કરવાની વિનંતી પણ કરી છે.
તેની સાથે મોરારીબાપુ દ્વારા તૌક્તે વાવાઝોડામાં 50 લાખ તેમજ ચોમાસામાં પૂરની તબાહીથી સૌરાષ્ટ્ર થયેલા નુકસાન માટે દાર્જિલિંગમાં કથા કરતા દરમિયાન 25 લાખની સહાય કરવામાં આવી હતી. આ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી હતી. તે દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સહાય માટે આભાર પણ વ્યકત કરવામાં આવ્યો હતો
જ્યારે મોરારીબાપુ દ્વારા કેરળમાં થયેલી તબાહીને જોતા તત્કાલીન રાજ્યપાયલ આરીફ મહમદ્દ ખાન સાથે ટેલિફોનિક વાત કરી પૂરની સ્થિતિનો સંવાદ પણ જાણ્યો હતો. ત્યાર બાદ અસરગ્રસ્ત લોકોએ સહાય પેટે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયાનું દાન પણ કર્યું હતું.
કોરોનાકાળની વાત કરવામાં આવે તો તે દરમિયાન પણ મોરારી બાપુ મદદની જાહેરાત કરવામાં આવી હતી. રાજુલા ખાતે ચાલી રહેલી રામકથામાં મોરારી બાપુ દ્વારા 1 કરોડ રૂપિયાની મદદ અમરેલી માટે જાહેર કરવામાં આવી હતી. જ્યારે અમરેલી, રાજુલા, સાવરકુંડલા, તળાજા અને મહુવા આ સહાયને વાપરવામાં આવી હતી.