જો બાળક આકાશમાં ઉડતા આંતરરાષ્ટ્રીય વિમાનમાં જન્મે છે, તો તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકતા ક્યાંની હશે? આ પ્રશ્નો દરેકના મનમાં આવતા જ હશે. સૌથી પહેલા આ જાણી લો કે ભારતમાં 7 મહિના કે તેથી વધુની સગર્ભા સ્ત્રી માટે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ છે, જોકે તે અમુક ખાસ સંજોગોમાં હવાઈ મુસાફરી કરી શકે છે.
હવે જો આવી સ્થિતિમાં એક મહિલા ભારતથી બ્રિટન જતા વિમાનમાં બાળકને જન્મ આપે છે, તો હવે પ્રશ્ન એ છે કે, તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકતા ક્યાંની હશે? આવા સંજોગોમાં એ જોવાનું રહેશે કે બાળકના જન્મ સમયે વિમાન કયા દેશમાં ઉડાન ભરી રહ્યું હતું. જે દેશમાં વિમાન લેન્ડ કરે છે તે દેશની એરપોર્ટ ઓથોરિટી પાસેથી જન્મના પુરાવાને લગતા દસ્તાવેજો મેળવી શકાય છે.આ ઉપરાંત, બાળકને તેના માતાપિતાની રાષ્ટ્રીયતા મેળવવાનો પણ અધિકાર રહે છે.
જાણો શું છે ભારતીય કાયદો
ઉદાહરણ તરીકે, જો બાંગ્લાદેશથી અમેરિકા જતી ફ્લાઇટ ભારતીય સરહદમાંથી પસાર થઇ હોય અને એક મહિલાએ તે જ વિમાનમાં બાળકને જન્મ આપ્યો હોય, તો બાળકનું જન્મસ્થળ ભારત ગણવામાં આવશે અને તે અહીં નાગરિકતા મેળવી શકે છે. તે તેના માતાપિતાની રાષ્ટ્રીયતા અને ભારતની નાગરિકતા બંને મેળવી શકે છે. પરંતુ ભારતમાં બે દેશોની નાગરિકતા પર પ્રતિબંધ છે.
આવી ચુક્યો છે આવો કિસ્સો
અમેરિકામાં અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો છે. એક વિમાન નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમથી અમેરિકા જઈ રહ્યું હતું અને આ દરમિયાન એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. તે સમયે વિમાન એટલાન્ટિક મહાસાગર ઉપર ઉડી રહ્યું હતું. વિમાનના ઉતરાણ બાદ માતા અને બાળકને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાએ યુએસ બોર્ડર પર એક બાળકીને જન્મ આપ્યો હતો.
આ કારણે, છોકરીને નેધરલેન્ડ અને અમેરિકા બંનેનું નાગરિકત્વ મળ્યું. પરંતુ ઉડતા વિમાનમાં જન્મેલા બાળકોની નાગરિકતા અંગે તમામ દેશોમાં નિયમો અલગ અલગ છે.