સુરતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સુરતના મુગલીસરાની યુવતીને જનતા માર્કેટમાં પોતાનો મોબાઇલ ફોન વેંચવો ભારે પડ્યો છે. દુકાનદાર દ્વારા આ ફોનમાંથી યુવતીનો બેકએપ ચોરી કરવામાં આવ્યો હતો. જેમાં યુવતીએ બોયફ્રેન્ડ સાથે માણેલી અંગત પળોનાં રેકોર્ડિંગનું બેકઅપ હતું જે દુકાનદાર દ્વારા મેળવી લેવામાં આવ્યું હતું અને તેના દ્વારા યુવતીને તે બ્લેકમેઈલિંગ કરવા લાગ્યો હતો. જેના કારણે આ ઘટના પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી.
સુરતના મુગલીસરા વિસ્તારમાં રહેનારી યુવતીને થોડા દિવસો પહેલાં વોટ્સ એપ ઉપર એક લિંક આવી હતી. તે દરમિયાન ગર્લફ્રેન્ડ કે ઘર પે પકડા ગયા બોયફ્રેન્ડના હેડિંગ સાથે ઓપન થયેલી આ લીંકમાં યુવતી અને તેની બોયફ્રેન્ડની અંગત પળોનો વીડિયો રહેલો હતો. યુવતી દ્વારા આ લીંક ડિલીટ કરી દેતા ઇન્સ્ટાગ્રામ ઉપર તેને ફોટો મોકલી હેરાનગતિ શરૂ કરવામાં આવતા યુવતી પાસે તેના પિતાનો નંબર માંગવામાં આવ્યો હતો.
ત્યાર બાદ યુવતી દ્વારા શું જોઇએ છે તેવું પૂછવા પર 150 રૂપિયા જોઇએ છે તેવું કહી યુવતીના પિતાનો જ નંબર આપવા માટે દબાણ કરવામાં આવતા યુવતીએ કંટાળીને પિતા સાથે પોતાની સાથે થઇ રહેલા બ્લેકમેઇલિંગ અને હેરસમેન્ટની વાત કરવામાં આવતા પિતા દ્વારા તેને સાયબર પોલીસ મથકમાં લઇ જવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જનતા માર્કેટમાં મોબાઇલ ફોનની દુકાન ધરાવનાર યાસીર મોહમંદ કાપડીયાની ધરપકડ કરવામાં આવી હતી.
જેમાં આ 19 વર્ષીય યુવાન જનતા માર્કેટમાં દુકાન ધરાવે છે. યુવતી દ્વારા તેને પોતાનો જૂનો ફોન વેંચવામાં આવ્યો હતો. આ વ્યક્તિ દ્વારા યુવતીના ફોનમાંથી બેકઅપ મેળવી લેવામાં આવ્યું હતું. જેમાં યુવતી અને બોયફ્રેન્ડ વચ્ચેની અંગત પળોની વિડીયો હોવાના કારણે હેરાનગતિ શરૂ થઈ હતી. જેમાં સમયસર પોલીસ દ્વારા આ વ્યક્તિને પકડી લેવામાં આવતા આ વ્યક્તિનો હેતુ સફળ થયો નહોતો. જ્યારે ઇન્સપેક્ટર તરૂણ ચૌધરી દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.