આજે પણ દેશમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં ફક્ત પગપાળા જ પહોંચી શકાય છે. છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારના એક ગામની પણ આવી જ સ્થિતિ છે. ત્યાં લોકોને રોજિંદા સામાન માટે પણ અનેક કિલોમીટરની મુસાફરી કરવી પડે છે.
પહાડી વિસ્તારોમાં રસ્તાઓના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંની ખાડિયા ડામર ગ્રામ પંચાયતમાં શિક્ષકોને શાળામાં બાળકોને રાશન પહોંચાડવા માટે દરરોજ લગભગ 8 કિમી ચાલવું પડે છે.
એએનઆઈના જણાવ્યા અનુસાર, શિક્ષક સુશીલ યાદવ જણાવે છે કે “ઘણી મુશ્કેલીઓ છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં રસ્તાઓ ખૂબ જ ખરાબ હોય છે. તે ઉમેરે છે કે જંગલી પ્રાણીઓ નું પણ જોખમ રહે છે. તેમ છતાં, તેઓ તેમના ખભા પર રાશન મૂકીને શાળામાં રાશન પહોંચાડે છે. તેઓ આ બધું એટલા માટે કરી રહ્યા છે કે બાળકોને દરરોજ બપોરના સમયે ખોરાક મળે. જોકે તેમણે સરકારને ગામનો રસ્તો બનાવવા વિનંતી કરી છે.
#WATCH छत्तीसगढ़: बलरामपुर के खड़िया दामर ग्राम पंचायत में शिक्षक 8 किलोमीटर के ऊबड़-खाबड़ रास्तों से होते हुए मिड-डे मील का राशन अपने कंधे पर रखकर स्कूल तक लाते हैं। एक ग्रामीण ने कहा, "मैं प्रशासन से सड़क की मांग करता हूं। मैं ऐसे शिक्षक को दिल से सलाम करता हूं।" pic.twitter.com/oYSe67yPKy
— ANI_HindiNews (@AHindinews) October 24, 2021
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષકો દરરોજ તેમના ખભા પર રાશનની થેલી મૂકીને પાણી ભરેલા માર્ગને કેવી રીતે પાર કરી રહ્યા છે. બંને શિક્ષકો પગપાળા અને પેન્ટ ઉપર ચડાવીને પાણી પાર કરી રહ્યા છે.
#WATCH छत्तीसगढ़: बलरामपुर के खड़िया दामर ग्राम पंचायत में शिक्षक 8 किलोमीटर के ऊबड़-खाबड़ रास्तों से होते हुए मिड-डे मील का राशन अपने कंधे पर रखकर स्कूल तक लाते हैं। एक ग्रामीण ने कहा, "मैं प्रशासन से सड़क की मांग करता हूं। मैं ऐसे शिक्षक को दिल से सलाम करता हूं।" pic.twitter.com/oYSe67yPKy
— ANI_HindiNews (@AHindinews) October 24, 2021
લોકોએ જ્યારે આ બંને શિક્ષકોનો વીડિયો જોયો તો તેમને સલામ કરી. બીજી તરફ બલરામપુર જિલ્લાના શિક્ષણ અધિકારી બી એકકા કહે છે કે તેમણે તેની નોંધ લીધી છે. “અમારા બે શિક્ષકો પંકજ અને સુશીલ ત્યાં કામ કરી રહ્યા છે અને તેમના ખભા પર ચોખા લઈને જંગલ, નદીની પેલે પાર શાળાએ જાય છે અને તેના લીધે બાળકો મધ્યાહ્ન ભોજન કરી શકે છે. હું આ બંને શિક્ષકોને સલામ કરું છું. ‘