વડોદરા શહેરમાં એક ફેક્ટરીના માલિક દ્વારા મોતની છલાંગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટલ અમિટીના બીજા માળેથી કૂદીને સુરતના ફેક્ટરી માલિકે મોતની છલાંગ લગાવી દીધી હતી. જ્યારે તેમાં પ્રેમી પાછળ કૂદવા જઇ રહેલી પ્રેમિકાને પોલીસ દ્વારા બચાવી લેવામાં આઈ હતી.
પ્રેમી પાછળ કુદવા તૈયાર થયેલી પ્રેમિકાને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તારા ગર્ભમાં રહેલા બાળકનો શું વાંક છે કહી બચાવી લેવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રવિવારના સુરત લિંબાયત ખાતે કાપડની લૂમ્સની ફેક્ટરી ધરાવનાર શરદ બેચરભાઇ ભીસરા રવિવારની બપોરના હોટલ અમિટીનો રૂમ નં-102 માં રોકાયો હતો. જ્યારે તેની સાથે તેની 24 વર્ષીય પરિણીત પ્રેમિકા પણ હોટલમાં રોકાયેલી હતી.
19 ઓક્ટોબરના પરિણીતાના પતિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી, જેના કારણે પરિણીતાને શોધવા માટે આવેલી સુરત પોલીસ હોટલમાં પહોંચી ગઈ હતી. વહેલી સવારના 4 વાગ્યે પોલીસે દરવાજો ખખડાવતા ગભરાયેલા યુવાન દ્વારા બારીમાંથી કૂદકો મારી દેવામાં આવ્યો હતો. તેના પાછળ યુવતી પણ મોતનો કૂદકો મારવા માટે બારી સુધી પહોંચી ગઈ હતી.
તેમ છતાં યુવાનનો પડવાનો અવાજ સંભળાતાં જ હોટલનો સ્ટાફ અને પોલીસની ટીમ દોડી આવી હતી અને યુવતીને બચાવી લેવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, પ્રેમી અને પ્રેમિકા બંને પરિણીત છે અને છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું. યુવાનને બે વર્ષની પુત્રી છે અને તે પરિવારનો એકનો એક દીકરો પણ હતો. ઘટનાની જાણ થતા જ સુરત ખાતે રહેનાર યુવક અને યુવતીનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. યુવતીને લેવા માટે તેના પિતા પહોંચી આવ્યા હતા અને યુવકના મૃતદેહને લેવા માટે તેના મામા સહિતનાં પરિવારજનો દોડી આવ્યા હતા.
જ્યારે સયાજીગંજની અમિટી હોટલમાં પ્રેમી દ્વારા પહેલા માળેથી કૂદકો માર્યા બાદ પરિણીત પ્રેમિકા પણ બારી પર આવી કૂદવાની તૈયારીમાં હતી. તે જ સમયે એક પોલીસ કર્મચારી દ્વારા પરિણીતાને સમજાવી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારી દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે, અમે તારા સાથે છીએ, મારી બેન તું દરવાજો ખોલી નાંખ..તો યુવતીએ કહ્યું કે પહેલા એને બચાવો. જ્યારે પોલીસે કહ્યું કે, 108 ને ફોન કર્યો છે. તું બેન માની જા મારી વાત. મારી બેન તું અંદર વઈ જા. તું અંદર ચાલી જા. તારી સાથે બે જીવ રહેલા છે. તું પ્રેગનેન્ટ છે. તું આવું પગલું નાં ભર, છોકરાનો શું વાંક છે અંદર ચાલી જા.
તેના પર પરિણીતાએ કહ્યું કે એને બચાવો. તેના પોલીસે તેને જણાવ્યું કે, હું તેને બચાવી લઉં છું. મારી બેન. તું બેન અંદર ચાલી જા. તું નીચે આવી જા, તને કોઇ તકલીફ થશે નહીં. બેટા તું પ્રેગનેન્ટ છે. અમે 108 બોલાવી લીધી છે. એને કંઈપણ થશે નહીં. ત્યાર બાદ પરિણીતા માની ગઈ હતી અને તે અંદર આવી ગઈ હતી. આ રીતે પોલીસ દ્વારા સમજાવીને પરિણીતાનો જીવ બચાવવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, સુરતનો પ્રેમી શરદ અને પ્રેમિકા બંને પરિણીત છે. જેમાં શરદને બે વર્ષની એક પુત્રી પણ છે. બંને વચ્ચે છેલ્લાં દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતુ. ઘટનાના કારણે પરિણીતાના સંબંધી અને મૃત શરદના પરિવારજનો પણ વડોદરા પહોંચી ગયા હતા.