ગુજરાતના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ગ 4 નાં કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ આપી દેવામાં આવી છે. વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ તરીકે ચુકવવામાં આવશે. નાણાં વિભાગ દ્વારા બોનસ માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
આ ઠરાવ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4 ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવનાર કર્મચારીઓને 2020-21 ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયા રાખવામાં આવી છે.
જ્યારે એડહોક બોનસનો લાભ માત્ર વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર રહેશે. જ્યારે તા. 31 માર્ચ 2021 ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21 ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછા 6 મહિના સળંગ નોકરી કરી હોય તેવા કર્મચારીઓ આ હુકમ મુજબ નોકરીના આધારે આ ચુકવણીના પાત્ર બનશે.પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણાશે.