બારડોલી તાલુકાના ભામૈયા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બારડોલી કડોદ રોડ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. સુરતથી પુત્રની જાન લઈને પરત ફરી રહેલા પિતા સહિત બેના અકસ્માતમાં મોત થયા છે જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ અન્ય કાર ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત બારડોલી પાસે પુત્રની જાન લઈને પરત ફરી રહેલા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. ભામૈયા નજીક ફૂલ ઝડપે આવી રહેલી બે કાર એકબીજાથી ટકરાઈ હતી. કાર અથ્દાતાની સાથે જ સવાર પિતાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. તેની સાથે પિતા સહિત કુલ બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ ભયાનક અકસ્માત બાદ અન્ય કાર ચાલક કાર મૂકીને નાસી છુટ્યો હતો. ઘટનાના લીધે સ્થાનિકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર બાબત અંગે પોલીસને જાણ કરી હતી. તેમ છતાં તાત્કાલિક પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આવતા જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ મૃતકોને પીએમ અર્થે ખસેડી, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે આ પરિવારની વાત કરવામાં આવે તો તે જાન લઈને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાતા પિતા સહિત બે લોકોના મોત નીપજ્યા છે. જેના કારણે લગ્નની ખુશી માતમમાં મુકાઈ ગઈ છે. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે પરિવારના 3 સભ્યોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમ છતાં અકસ્માત સર્જીને અન્ય કાર ચાલક ફરાર થઈ જતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.