Video: ભવિષ્યવાણી કરતો શ્વાન બની ગયો સોશિયલ મીડિયાનો સ્ટાર! જણાવે છે કેવો રહેશે લોકોનો દિવસ

દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેઓ પોતાનો દિવસ સારો બનાવવા માટે સવાર સવારમાં વહેલા ઉઠીને ચોક્કસથી રાશિફળ (Morning Horoscope) વાંચે છે. તેઓ માને છે કે રાશિફળનું પાલન કરવાથી તેમનો આખો દિવસ આનંદથી પસાર થશે. જો કુંડળીમાં લખેલું હોય કે સાવધાની રાખવી પડશે તો લોકો આ વાતનું પણ ખૂબ ધ્યાન રાખે છે.

પણ વિચારો કે એ દિવસની સ્થિતિ જણાવવાનું કામ જો કોઈ પ્રાણી કરે તો શું તમે માનો છો? હાલના દિવસોમાં એક શ્વાન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તે લોકોના દિવસ વિશે ભવિષ્યવાણી (Dog Predicts day for people) કરે છે. ઘણા લોકો તેની ભવિષ્યવાણી પર વિશ્વાસ પણ કરે છે.

અમેરિકા (USA) ના ન્યૂયોર્ક (New York) માં રહેતા જોનથન ગ્રેજિયાનો (Jonathan Graziano) ના પેટનું નામ ‘નૂડલ પગ ડોગ’ (Noodle Pug Dog) છે. તે 13 વર્ષનો પગ બ્રીડનો શ્વાન છે જેને લોકો ઘણા પસંદ કરે છે. પરંતુ નૂડલ તેની ક્યુટનેસને કારણે જ નહીં, પરંતુ એક કારણથી સોશિયલ મીડિયા પર ફેમસ છે. ખરેખર, નૂડલ લોકો માટે ભવિષ્યવાણી (Noodle Dog Predicts day) કરે છે. તે કહે છે કે તેમનો દિવસ કેવો રહેશે. જોનથનને નૂડલ દ્વારા ભવિષ્યવાણી જાણવાની ખૂબ જ અનોખી રીત શોધી કાઢી છે. જોનથન જયારે સવારે નૂડલ ને તેની ઊંઘમાંથી જગાડે છે, તો જોવે છે કે તે ઉઠ્યા પછી તરત શું કરે છે.

શ્વાન કેવી રીતે કરે છે ભવિષ્યવાણી?

જો તે ઉઠ્યા પછી ફરીથી સૂઈ જાય છે, તો તેનો અર્થ એ કે તે દિવસ ‘નો બોન્સ ડે’ (No Bones Day) હશે. એટલે કે એ દિવસે લોકોએ ખૂબ જ સાવધાનીથી કામ કરવાની જરૂર છે, કોઈના ઝઘડામાં પડવાનું નથી અને પોતાના કામથી કામ રાખવાની જરૂર છે. બીજી તરફ, જો જાગ્યા પછી નૂડલ બેસી રહે અથવા ચાલવા લાગે, તો તેનો અર્થ ‘બોન્સ ડે’ (Bones Day) થશે. જેનો અર્થ છે કે તે દિવસે તમારું અટકેલું કામ પૂર્ણ થઈ જશે. દિવસ શાંતિથી પસાર થશે અને જે પણ કામ તમે ઈચ્છો છો તે આરામથી પૂરા કરી લેશો.

 

View this post on Instagram

 

A post shared by Noodle (@showmenoodz)

જો કે આ ભવિષ્યવાણી જોનથન દ્વારા શોધાઈ છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો નૂડલને સ્ટાર માની રહ્યા છે. ઘણા લોકો દરરોજ નૂડલની આ ભવિષ્યવાણીને અનુસરે છે અને તેના અનુસાર, જ્યારે તેમનો દિવસ જાય છે, ત્યારે તેઓ દંગ રહી જાય છે. જોનથનને હજારો લોકો ફોલો કરે છે અને દરરોજ નૂડલ સંબંધિત વીડિયો શેર કરે છે. આટલું જ નહીં, તે નૂડલના ઘણા બધા ફોટો અને વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ ઉપરાંત Tiktok પર પણ શેર કરે છે.

Scroll to Top