ફટાકડાની દુકાનમાં લાગી ભીષણ આગ: પાંચ લોકોના કરુણ મોત, અનેક થયા ઈજાગ્રસ્ત

તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા મૃત્યુ પામેલ લોકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તની સારવાર માટે 1 લાખ રૂપિયા સહાયની પણ જાહેરાત કરી છે.

આ બાબતમાં કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર પીએન શ્રીધર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જયારે વધુમાં તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારના કારણે ફટાકડાનો ઘણો જ સ્ટોક જમા થયો હતો. ભીષણ આગા લાગતા ઊંચે સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યા છે.

ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં આગ લાગવા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી.

પ્રાથમિક અહેવાલો મુજબ, દુકાનની સામે પાર્ક કરવામાં આવેલ એક ટૂ-વ્હીલર પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિન દ્વારા મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને રૂ. 5-5 લાખ સહાય આપવાની સાથે ઈમર્જન્સી વોર્ડમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને પણ 1 લાખ રૂપિયાના સહાય આપવાની જાહેરાત કરી છે.

Scroll to Top