પાકિસ્તાનને “પ્રિન્સ” નો ટેકો: ઇમરાનની સાઉદી આરબની મુલાકાતથી ગરીબ પાકને મળી 3 અબજ ડોલરની ભીખ

‘નવા પાકિસ્તાન’ ના નારા સાથે સત્તામાં આવેલા ઇમરાન ખાને પાકિસ્તાનની હાલત વધુ ખરાબ કરી દીધી છે. સાઉદી અરેબિયા પોતાના મુસ્લિમ દેશ માટે એક સહારો બનીને આગળ આવ્યું છે કારણ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત છે, દેશ ફુગાવાનો સામનો કરી રહ્યો છે અને દેશ ઝડપથી કંગાલ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

સાઉદીએ કંગાલિના આરે ઉભેલા પાકિસ્તાનને મોટી રાહત આપી છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તે રોકડની અછત ધરાવતા દેશ પાકિસ્તાનને વિદેશી ભંડાર સાથે મદદ કરવા માટે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં 3 અબજ ડોલર જમા કરાવી રહ્યું છે. જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે, મંગળવારે સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટે જણાવ્યું હતું કે તે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન માં 3 અબજ ડોલર જમા કરી રહ્યું છે. વધુ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફંડ માટે સત્તાવાર નિર્દેશ જારી કરવામાં આવ્યો છે, જે હેઠળ પાકિસ્તાનને આ વર્ષે તેલ ઉત્પાદનોના વેપારને ધિરાણ આપવા માટે 1.2 અબજ ડોલર આપવામાં આવશે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આ રાહત એવા સમયે આપી છે જ્યારે આ દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થા નાદારીના આરે છે.

અગાઉ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને 6 અબજ ડોલરનું નાણાકીય પેકેજ પૂરું પાડ્યું હતું, જેમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં 3 અબજ ડોલરની થાપણો અને વાર્ષિક ધોરણે મુલતવી ચુકવણી પર તેલ સુવિધા માટે બાકીના 3 અબજ ડોલરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી જ્યારે વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીર મુદ્દે ભારત સામે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યા બાદ સાઉદી અરેબિયાને કડક ચેતવણી આપી હતી.

Scroll to Top