સીએમ યોગીનો માસ્ક પહેરેલા શખ્સને રસ્તા પર ખેંચી ને થપ્પડ મારી: વીડિયો પર ભાજપે પૂછ્યું, “શું આ પ્રેમ ફેલાવવાની રીત છે?”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંબંધિત એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કુલ ચાર લોકો જોવા મળી રહ્યા છે. ચારેય લોકોએ જુદા જુદા મુંખોટા પહેર્યા છે.

એક વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું માસ્ક પહેર્યું છે અને બાકીના ત્રણ તેમને દોરડાથી બાંધીને રસ્તા પર ખેંચી રહ્યા છે. આ ત્રણેય શખ્સો સીએમ યોગીનું માસ્ક પહેરેલા અને દોરડા સાથે બાંધેલા એક વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે. વીડિયોમાં પાછળ એક ટોળું પણ જોવા મળે છે જે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

યુપી ભાજપના પ્રવક્તા પ્રશાંત ઉમરાવએ તેનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. પ્રશાંતે વીડિયો શેર કરીને લખ્યું છે કે, “કેરળમાં આતંકવાદી સંગઠન પીએફઆઈ ની સહયોગી કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (સીએફઆઇ) દ્વારા આ કરતૂત કરવામાં આવ્યું છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને તેમના પ્રદર્શનમાં રજૂ કર્યા છે. શું આ રીતે ઇસ્લામ પૃથ્વી પર પ્રેમ ફેલાવે છે?”

https://twitter.com/i/status/1452881879045066752

આ વીડિયો પાછળનો હેતુ સંપૂર્ણપણે જાણી શકાયો નથી, પરંતુ વીડિયોમાં સીએફઆઈ કાર્યકર્તાઓ દ્વારા પીએફઆઈ કાર્યકર્તા સિદ્દીકી કપ્પન સામે કેસ ચલાવવા બદલ યોગી આદિત્યનાથ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હોવાના અહેવાલ છે. હાથરસમાં દલિત યુવતી પર બળાત્કાર બાદ અશાંતિ પેદા કરવા બદલ યુપી પોલીસે પીએફઆઈના ઘણા કાર્યકરો સામે કાર્યવાહી કરી હતી. આ જ કેસમાં કપ્પન હાલ જેલમાં છે.

Scroll to Top