દારૂ માટે ન આપ્યા 10 રૂપિયા તો 2 મિત્રોએ મળીને કરી દીધી 50 વર્ષના વ્યક્તિની હત્યા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં દારૂ માટે 10 રૂપિયા આપવાની ના પાડતા એક 50 વર્ષીય વ્યક્તિની તેના બે મિત્રોએ કથિત રીતે હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ 50 વર્ષીય ભાગવત સીતારામ તરીકે થઈ છે અને તેના આરોપી મિત્રો 40 વર્ષીય વિનોદ લક્ષ્મણ વાનખેડે અને 35 વર્ષીય દિલીપ ત્ર્યમ્બક બોડડે દારૂની દુકાન પર દારૂ પીવા માટે ગયા હતા અને તેની પાસે 10 રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપતાં બંનેએ તેના પર હુમલો કરી દીધો હતો.

ભાગવત સીતારામે તેને પૈસા આપવાની ના પાડી દીધી, જેનાથી તે બંને મિત્રો ગુસ્સે થઇ ગયા. સીતારામ જયારે દુકાનમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેના માથા પર પાછળથી લાકડાના દંડાથી હુમલો કરી દીધો. આ હુમલાથી ભાગવત સીતારામ નીચે પડી ગયો અને માથામાં ઈજાને કારણે તેને દમ તોડી દીધો.

પોલીસે ઘટનાના એક કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. સીતારામનો મૃતદેહ લોહીથી લથપથ પડેલો જોવા મળ્યો હતો અને પોલીસે કહ્યું કે હુમલાથી તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે આખરે તેનું મૃત્યુ થઇ ગયું હતું.

પોલીસ અધિકારી પ્રહલાદ કાટકરે કહ્યું કે, “અમને એક ફોન કોલ પર જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ દારૂની દુકાન પર લોહીથી લથપથ પડ્યો છે. જયારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તે વ્યક્તિ મરી ગયો હતો. અમે એક કલાકમાં આ બંને હત્યારાઓને શોધીને પકડી પાડ્યા છે. અને નોંધણી કરવામાં આવી છે. તેમની સામે હત્યાનો કેસ છે.

Scroll to Top