બોલીવુડનું વધુ એક કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે, નવેમ્બર મહિનામાં લગ્ન કરશે આ કપલ…

તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે, બોલિવુડ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફના જલ્દી જ લગ્ન થવાના છે અને તેને લઈને તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. કપલના લગ્નની તારીખોથી લઈને વેન્યૂ સુધીની દરેક વિગતો સામે આવી ચુકી છે. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે તેને લઈને સમાચાર સામે આવ્યા છે. આ કપલનું નામ રાજકુમાર રાવ અને પત્રલેખા છે.

એક નામી ચેનલના મુજબ જાણકારી મળી છે કે, પત્રલેખા અને રાજકુમાર રાવ ટૂંક જ સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પત્રલેખા અને રાજકુમારના લગ્ન નવેમ્બર મહિના થાય તેવી શક્યતા છે. 10 થી 12 નવેમ્બર દરમિયાન કપલના લગ્ન યોજાઈ તેવી શક્યતા છે. જ્યારે કપલની નજીકના કેટલાક સેલિબ્રિટીઝને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે. આ સિવાય બંનેના સંબંધીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાયના મિત્રો પણ તેમના લગ્નમાં હાજરી આપવાના છે. સૂત્રોના મુજબ, આ લગ્ન અંગત પરિવારજનો અને મિત્રોની હાજરીમાં જ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પત્રલેખા અને રાજકુમાર રાવ છેલ્લા 10 વર્ષથી રિલેશનશીપમાં રહેલા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ લિવ-ઈનમાં પણ રહી રહ્યા છે. પત્રલેખા દ્વારા એક ઈન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકુમાર સાથેની પ્રથમ મુલાકાત અને એકબીજાને કેવી રીતે ઓળખતા થયા તે અંગે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, “મે પ્રથમ વખત રાજકુમારને ફિલ્મ ‘લવ સેક્સ ઓર ધોકા’માં જોયા હતા.

ફિલ્મમાં તેણે જે વિચિત્ર યુવકનો રોલ કર્યો હતો તેવો તે રિયલ જિંદગીમાં પણ હશે તેમ હું સમજતી હતી. તેના વિશેનો અભિપ્રાય શરૂઆતમાં જ બદલાઈ ગયો હતો. રાજે મને જણાવ્યું હતું કે, તેણે મને પ્રથમ વખત એક એડમાં જોઈએ હતી અને તેણે વિચાર્યું હતું કે, તે મારી સાથે લગ્ન કરે. અમારા બંનેના વિચારો એકબીજા માટે વિષયમાં હતા.” તમને જણાવી દઈએ કે, પત્રલેખા રાજકુમારને પ્રેમથી રાજ કહે છે જ્યારે અભિનેતા તેને પત્ર કહીને બોલાવે છે.

રાજકુમાર અને પત્રલેખા ઘણા સમયથી સાથે રહે છે પરંતુ લગ્નનો વિચાર તેમને ઘણો દુર રાખ્યો હતો.. 2018 માં પત્રલેખાને રાજકુમાર સાથે લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, તેઓ બંને જીવનમાં હજી ઘણું પ્રાપ્ત કરવા માંગે છે અને લગ્નના પ્લાન આગામી 6-7 વર્ષ સુધી બનશે નહીં. તેમ છતાં હવે બંને દ્વારા રિલેશનશીપને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું વિચારી લેવામાં આવ્યું છે.

Scroll to Top