સુરત: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ ભાજપના નેતા કાવ્યા પટેલ સાથે કરી સગાઈ

પાટીદાર આંદોલનના કારણે ચર્ચામાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ખૂબ ચર્ચામાં રહ્યા હતા. અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના કારણે ચર્ચામાં આવ્યા અને સુરત તથા સમગ્ર ગુજરાતના પાટીદારોમાં મજબૂત પકડ ધરાવનાર યુવા નેતાઓ પૈકીમાંથી એક ગણવામાં આવે છે. જ્યારે આ દરમિયાન અલ્પેશ કથીરિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અલ્પેશ કથીરિયાએ ભાજપનાં પૂર્વ મહિલા નગરસેવક કાવ્યા પટેલ સાથે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથેની કાવ્યા પટેલ.

અલ્પેશ કથીરિયાના ભાજપનાં નેતા સાથે સગાઇ કરવામાં આવતા લોકો અચંબામાં મુકાઈ ગયા છે. PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇ કરી લીધી છે. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇ કરી હતી. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચુકેલા છે.

હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ એક નોન પોલિટિકલ ચહેરા તરીકે ઉભરી આવ્યા અને પાટીદારોમાં પણ તેની લોકપ્રિયતામાં ભારે વધારો જોવા મળ્યો હતો. અલ્પેશ પોતાના સ્પષ્ટ અને બિન્દાસ વિચારો વ્યક્ત કરવાને કારણે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં બન્યા રહે છે. તેમ છતાં હાલમાં જ સુરતમાં AAP ને મોટી સફળતા અપાવ્યા બાદ તે આપમાં જોડાય જોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં અલ્પેશે ભાજપ નેતા સાથે સગાઇ કરતા અનેક તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે.

કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઈના બંધનથી બંધાયા.

કાવ્યા પટેલ ભાજપના બેનર તરીકે કોર્પોરેટર પણ રહી ચુકેલા છે. નોંધનીય છે કે અલ્પેશ કથીરિયા રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવામાં સમય ગાળી ચુક્યા છે. અત્યારે તો પાટીદાર અનામત મુદ્દે તે હંમેશાં ચર્ચામાં બન્યા રહે છે. આ સિવાય ભાજપ વિરોધી ચહેરાઓ પૈકી પણ તેનો ચહેરો પ્રબળ માનવામાં આવી રહ્યો છે.

Scroll to Top