એન્જિનિયર યુવકે તેની ગર્લફ્રેન્ડ પાછળ વધુ પૈસા ઉડાડવા શરૂ કર્યું આવું કામ, લાખોની લૂંટ કરીને ઉડાડતો પૈસા

ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણે પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે.

શહેરમાં અનલૉક શરૂ થયા બાદ ચોરીના બનાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે દિવાળીના તહેવારમાં પણ ભીડનો ફાયદો લઈને તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. જે દિવસે ને દિવસે ચોરીના બનાવો વધી રહ્યાં છે. જે શહેરમાં ધોળા દિવસે કિંમતી વસ્તુ લુંટવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.

જેમા હવે ગઠીયાઓ બાઇક પર સવાર થઇને મહિલાઓનો અછોડો તોડી ભાગી જાય છે. ત્યારે હવે શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાના શિકાર બન્યા છે. ત્યારે શહેરમાં ફરી વખત મહિલાઓના અછોડા લૂંટી જવા એટલે કે ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. અસલામત શહેર’નો અહેસાસ કરાવતી સ્નેચિંગની ઘટનાઓ કાયદાકીય અંકુશના અભાવે વધી રહી હતી. ત્યારે આજે વધુ એક ચોંકાવનારો ચેઈન સ્નેચિંગનો મામલો સામે આવ્યો છે.

હાલમાં પોલીસે એક 27 વર્ષના સિવિલ એન્જિનિયર યુવકની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ એન્જિનિયરની ધરપકડ એક ચેઈન સ્નેચિંગના ગુનામાં કરવામાં આવી હોવાનું સામે આવી છે. ત્યારે આ એન્જિનિયર આરોપીની ધરપકડ બાદ તેની પુછપરછ કરવામાં આવતા આ આરોપી એન્જિનિયરની કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

જો કે આરોપીએ કબૂલાત કરી હતી કે તેને 2019થી લઈને અત્યાર સુધીમાં 56 જેટલા ચેઈન સ્નેચિંગ ના ગુનાઓ કર્યા છે. એટલું જ નહીં પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આરોપીએ સોનાની ચેઈન વેચીને એક 48 લાખનો ફ્લેટ અને એક કાર ખરીદી હતી. તે બે બેંક અકાઉન્ટ રાખે છે અને તેમાંથી પોલીસને 20 લાખ રૂપિયા પણ મળ્યા હતા. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ધરપકડ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, તે એક એન્જીનિયરની નોકરી કરે છે પરંતુ તેને પગારથી સંતોષ નહોતો. આરોપી ઉમેશે 2015માં શહેરની એક કૉલેજમાંથી એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી તે એક કોન્ટ્રાક્ટર સાથે કામ કરતો હતો, પરંતુ તે તેના પગારથી સંતુષ્ટ નહોતો. એ પછી તેણે ચેઈન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યુ હતુ. જેને લઈને તે ચેન સ્નેચિંગ કરીને તેને વેચી દેતો અને આ પૈસાથી મોજશોખ કરતો હતો. આ યુવક આરોપી તેની ગર્લફ્રેન્ડને શહેરની આસપાસની વાઈનરીમાં લઈ જતો અનેતેની પાછળ રૂપિયા ઉડાડતો હતો. જો કે આ આરોપી ઘણો ચતુર હોવાને કારણે પોલીસની પકડમાં આવી રહ્યો ન હતો. જે પકડાઈ ન જાય તેનું ખાસ ઘ્યાન રાખતો હતો. જેના કારણે પોલીસ માટે તેને ઝડપી પાડવો એક ચેલેન્જ સાબિત થઇ રહી હતી.

પોલીસે તેને પકડવા માટે સીસીટીવી ફૂટેજનો ઊંડો અભ્યાયસ કર્યો અને પછી યોજના બનાવી હતી. જેમાં કેટલાંક વિસ્તારોમાં પોલીસ વાન દ્વારા અને ખાનગી કપડામાં પોલીસ પેટ્રોલિંગ કરતુ હતું. ત્યારે 21 ઓક્ટોબરના રોજ પોલીસે આરોપી ઉમેશ પાટિલને બાઈક પર જતો જોયો. ત્યારબાદ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરી લીધી હતી, ત્યારે તેની પાસેથી બે જેકેટ, એક બેગ મળી. આ બેગમાંથી પોલીસને ટુ વ્હીલરની નંબર પ્લેટ, ત્રણ માસ્ક અને સ્ક્રૂ મળી આવ્યા હતા. ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યા બાદ તે બાઈકની નંબર પ્લેટ બદલી કાઢતો હતો. જેથી કરીને તે ઝડપાય નહીં. ત્યારબાદ તેના ઘરેથી 27 સોનાની ચેઈન અને અઢી લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જે લગભગ તેની કિંમત 29.32 લાખ રૂપિયા જેટલી થાય છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.

Scroll to Top