દિવાળીના દિવસે ગુજરાતની ધરા ધ્રુજી:આ જિલ્લામાં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ગુજરાતના દ્વારકામાં આજે ગુરુવારે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. જે દિવાળીના દિવસે જ આજે દ્વારકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનો આંચકો 5ની તીવ્રતાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5 છે. આજે બપોરે 3.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી. ISRના ડિરેક્ટર સુમેર ચોપડાએ કહ્યું હતું કે, દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિં.મી દૂર નોંધાયું છે.

આ કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી 223 કિલોમીટર, રાજકોટથી 328 કિલોમીટર અને અમદાવાદથી 453 કિલોમીટરના અંતરે હતું. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે, આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.

ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેને સ્થાનિક તંત્ર દ્વારા પુષ્ટી આપવામાં આવી છે.

કચ્છના બાજુમાં આવેલ પાકિસ્તાન બોર્ડર ઉપર પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જે રિટલસ્કેલ ઉપર 4.8ની ત્રિવ્રતાનો હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે આખા દિવસમાં ભૂકંપનો બીજો આંચકો અનુભાવાયો હતો. કચ્છમાં આજે બપોરે 3:15 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ અને પાકિસ્તાન બોર્ડરથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું.

ગુજરાત પહેલા સવારે 10.19 વાગ્યે આસામના સોનિતપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોનિતપુરના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ સાથે હિમાચલ પ્રદેશના શિમલામાં સવારે 7.13 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 માપવામાં આવી હતી. આ બંને ભૂકંપ આજે ગુરુવારે 4 નવેમ્બરે જ આવ્યા હતા.

ભૂકંપ ક્યારે આવે છે?

ધરતીકંપ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ખડક અથવા પથ્થર અચાનક પૃથ્વીના પેટાળમાં તૂટી જાય છે અને ત્યાં હલનચલન થાય છે. આ દરમિયાન અચાનક ઉર્જા છૂટવાથી ધરતીકંપના મોજા ઉદ્ભવે છે અને તેના કારણે જમીન હલી જાય છે. ભૂકંપ દરમિયાન અને પછી ભૂગર્ભ ખડકો ખસે છે અને જ્યાં સુધી તેઓ ક્યાંક અટવાઈ ન જાય ત્યાં સુધી આવું થાય છે.

Scroll to Top