ભારત સહિત સમગ્ર દુનિયામાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રકાશના આ તહેવારની લોકો આતુરતાથી રાહ જુએ છે. ઘણા સમય પહેલા લોકો ઘરની સફાઈ અને દિવાળીની ખરીદી સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દે છે. આ દિવસે લોકો ઘરમાં સુખ-શાંતિ માટે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. આવો જાણીએ એ જગ્યાઓ વિશે.
ભારતમાં આ સ્થળોએ લોકો ન તો મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે અને ન તો ફટાકડા ફોડે છે. સૌથી મોટી વાત એ છે કે અહીં લોકો દીવા પણ પ્રગટાવતા નથી. ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. કેરળના લોકો દિવાળી સિવાય તમામ તહેવારો ધામધૂમથી ઉજવે છે, પરંતુ દિવાળી પર કંઈ કરતા નથી. કેરળમાં દિવાળી માત્ર કોચીમાં જ ઉજવવામાં આવે છે.
કેમ નથી ઉજવાતી દિવાળી?
હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે કેરળમાં શા માટે દિવાળી ઉજવવામાં આવતી નથી. કેરળમાં દિવાળી ન ઉજવવાનાં ઘણાં કારણો છે. કેરળમાં રાક્ષસ મહાબલી રાજ કરતો હતો અને અહીં તેની પૂજા થાય છે. એટલા માટે લોકો અહીં રાક્ષસના પરાજય પર પૂજા કરતા નથી.
આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો અને વનવાસ સમાપ્ત કરીને અયોધ્યા પરત ફર્યા હતા. આ કારણે ભારતમાં કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
કેરળમાં દિવાળી ન મનાવવાનું બીજું કારણ એ છે કે ત્યાં હિન્દુ ધર્મના લોકો ઓછા છે. જેના કારણે રાજ્યમાં દિવાળીની ઉજવણી થતી નથી. કેરળમાં આ સમયે વરસાદ પડે છે, જેના કારણે ફટાકડા અને દીવા પણ સળગતા નથી.
કેરળની સાથે સાથે તમિલનાડુમાં પણ એક જગ્યાએ દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. ત્યાં લોકો નરક ચતુર્દર્શીની ઉજવણી કરતા જોવા મળે છે.