મહેકશે હવે યુપીની ચૂંટણીનો માહોલ: અખિલેશે લોન્ચ કર્યું સ્પેશિયલ ‘સમાજવાદી પરફ્યુમ’

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મંગળવારે ‘સમાજવાદી ઇત્ર’ નામનું પરફ્યુમ લોન્ચ કર્યું. આ દરમિયાન એસપી એમએલસી પુષ્પરાજ જૈને આ પરફ્યુમલોંચ કરવાનું કારણ પણ જણાવ્યું હતું.

આ પરફ્યુમ કન્નૌજના એસપી એમએલસી પમ્મી જૈન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ પરફ્યુમ તૈયાર કરવામાં 2 વૈજ્ઞાનિકોને 4 મહિનાનો સમય લાગ્યો હતો. તેની ખાસ વાત એ છે કે આ પરફ્યુમમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી 22 નેચરલ પરફ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરશો તો સમાજવાદની સુગંધ અનુભવશો, ભાઈચારો અનુભવશો અને તેમાં કન્નૌજની માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે 22 સુગંધ ભેળવવાનું કારણ એ છે કે આ સમાજ માં જે નફરતનું તોફાન ફેલાયું છે, તેને ખતમ કરીને પ્રેમનું વાતાવરણ બનાવવાનું કામ આ પરફ્યુમ કરશે. તેમણે કહ્યું કે અન્ય કુદરતી પરફ્યુમ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જે 2024માં લોન્ચ કરવામાં આવશે. જે 2024માં દેશભરમાં ફેલાયેલ નફરતના તોફાનને દૂર કરવાનું કામ કરશે.

Scroll to Top