આવતા અઠવાડિયે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે. તે 19 નવેમ્બરના વહેલી સવારના કલાકોમાં થશે. આ દિવસે ફરી એકવાર પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થશે.આ ચંદ્રગ્રહણ અમેરિકન સમય અનુસાર સવારે 4 વાગ્યા પછી તેની ટોચ પર હશે. તે સમયે આપણી પૃથ્વી ચંદ્રના 97 ટકા ભાગને આવરી લેશે. આ કારણે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી નહીં પહોંચે. આ દરમિયાન ચંદ્ર સંપૂર્ણ લાલ દેખાશે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના મત અનુસાર, આ ખાસ ચંદ્રગ્રહણ ત્રણ કલાક 28 મિનિટ અને 23 સેકન્ડ સુધી ચાલશે. આ સદીનું આ સૌથી મોટું ચંદ્રગ્રહણ હશે. 2001 થી 2100 વચ્ચે આવું કોઈ ચંદ્રગ્રહણ નહીં થાય.
સામાન્ય રીતે સૂર્યપ્રકાશ ચંદ્રની સફેદ-ભૂરા રંગ ની સપાટી પર પડે છે. તેથી જ તે ચમકે છે. પરંતુ, ચંદ્રગ્રહણ દરમિયાન, ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક રેખામાં આવે છે. આ કારણે આપણી પૃથ્વી સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સવારે 11.34 કલાકે થશે અને સાંજે 5.33 સુધી રહેશે. ભારતના મોટાભાગના ભાગોમાં આ જોઈ શકાશે નહીં. અરુણાચલ પ્રદેશ અને આસામ જેવા ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં તે થોડા સમય માટે દેખાશે.
ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના હોવા છતાં ભારતીય પરંપરા અને જ્યોતિષશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. ગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ રહે છે અને કોઈપણ પ્રકારની પૂજા કરવાની મનાઈ છે.