ગોરખપુરની BRD મેડિકલ કોલેજમાં ઓક્સિજનની ઘટના બાદ ચર્ચામાં આવેલા ડૉ.કફીલ ખાનને યોગી સરકારે પદ પરથી હટાવી દીધા છે. બીઆરડીમાં બાળકોના મોતના કિસ્સામાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગત વર્ષે કફીલને ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ લગાવીને જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાસુકા રદ કર્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો.
ડૉ. કફીલની બરતરફીની પુષ્ટિ કરતા, યુપીના મુખ્ય સચિવ આલોક કુમારે જણાવ્યું હતું કે તપાસમાં તે દોષી ઠર્યા બાદ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2017માં ગોરખપુરની BRD મેડિકલ કોલેજમાં ઓક્સિજનની કમીથી ઘણા બાળકોના મોત થયા હતા. આ પછી 22 ઓગસ્ટના રોજ ડો.કફીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેની સામે તપાસ ચાલી રહી હતી.
ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓગસ્ટ 2017માં ઓક્સિજનની અછતને કારણે અનેક બાળકોના મોતને લઈને યોગી સરકાર પર રાજકીય તોફાન સર્જાયું હતું. ત્યારે થોડા મહિના પહેલા જ સત્તામાં આવેલી યોગી આદિત્યનાથ સરકાર ચોતરફ થી ઘેરાયેલી હતી. જે બાદ ઝડપી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.