મણિપુરમાં આતંકવાદીઓએ આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર, તેના પરિવારના સભ્યો અને રાઈફલ્સના અન્ય જવાનો પર ચુરાચંદપુર જિલ્લાના સિંઘત વિસ્તાર માં હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્નલ બિપ્લબ ત્રિપાઠીની પત્ની અને પુત્ર પણ માર્યા ગયા છે. હુમલો સવારે 10 વાગ્યે થયો હતો. આ હુમલા પાછળ પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી છે. સીએમ સિંહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની વાત જણાવી. તેમણે લખ્યું, “હું 46 એઆરના કાફલા પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું. આજે આ હુમલામાં કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર સહિત કેટલાક જવાનોના મોત થયા છે. રાજ્ય દળો અને અર્ધલશ્કરી દળો આતંકવાદીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. ગુનેગારો બચી શકશે નહીં.”
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, “મણીપુરના ચુરાચંદપુરમાં આસામ રાઈફલ્સના બહાદુર સૈનિકો પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું અને આ ઘટના પર મારું દુઃખ વ્યક્ત કરું છું. દેશે પાંચ બહાદુર જવાનો સહિત સીઓ અને તેમના પરિવારના બે સભ્યો ગુમાવ્યા છે.