સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત પોલીસને વધુ એક સફળતા મળી છે. ગુજરાત પોલીસ રાજ્યમાંથી ડ્રગ્સ નાબૂદ કરવા માટે કમર કસી રહી છે અને આગળ વધી રહી છે. ગુજરાત એટીએસએ લગભગ 120 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાતનાં પોલીસ મહાનિદેશક આજે સવારે 11 વાગ્યે આ વિષય પર પત્રકાર પરિષદને સંબોધન કરશે.
અગાઉ સપ્ટેમ્બરમાં પણ કચ્છના મુંદ્રા બંદર પરથી લગભગ 21,000 કરોડ રૂપિયાનું આશરે 3,000 કિલો હેરોઇન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ બે કાર્ગો કન્ટેનરમાંથી મળી આવ્યું હતું, જેની દાણચોરી કરવામાં આવી હતી. તેને અર્ધ-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન શિપિંગ જાહેર કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી મોકલવામાં આવ્યું હતું.
ડીઆરઆઈએ આ કેસમાં ચેન્નાઈના એક દંપતી અને કોઈમ્બતુરના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી હતી. આ કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) પાસે છે. જપ્ત કરાયેલા હેરોઇનની નિકાસ કંદહાર સ્થિત હસન હુસૈન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી અને વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ કંપની દ્વારા ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ મારફતે ગુજરાતના મુન્દ્રા બંદરમાં આયાત કરવામાં આવી હતી.