હાલ ઠંડીનો માહોલ સમગ્ર ગુજરાતની અંદર અનુભવાઈ રહ્યો છે. ગુજરાત માં લગભગ સમગ્ર જગ્યાએ ઠંડીનું આગમન થઇ ગયું છે. ત્યારે આ ઠંડીના માહોલ માં જ પ્રખ્યાત હવામાન વિદ અબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. હવે પછીના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં પવન ના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની અસર થવાની સંભાવના પણ રહેશે.
અબાલાલ પટેલની આગાહી ની વાત કરીએ તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના લીધે દક્ષિણ મહારાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના દરિયા કિનારે પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. 16 નવેમ્બર બાદ બગાળના ઉપસાગરમાં હવાનું દબાણ વધવાની શક્યતા રહે અને ભારતના કેટલાક ભાગોમાં તા.17 થી 20 તારીખ સુધીમાં ઘણા ભાગોમાં માવઠા સ્વરૂપે વરસાદ થવાની પણ શક્યતા રહે.
ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો, પંચમહાલ જિલ્લા ના ભાગો, અમદાવાદ, ભરૂચ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણ બદલાઈ શકે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તો કેટલાક ભાગોમાં અષાઢી માહોલ જેવા વરસાદની શક્યતા રહે.