વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલ ની યાત્રા પર આવી રહ્યા છે. તેમની સુરક્ષા માટે ભોપાલને અભેદ્ય કિલ્લો બનાવવામાં આવ્યો છે. જમીનથી લઈને આસમાન સુધી સુરક્ષા નો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ સતત હાઈ એલર્ટ પર રહેશે. વડાપ્રધાનની સુરક્ષામાં SPG કમાન્ડો, ATS કમાન્ડો, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી,સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ અને પોલીસ કર્મચારીઓ પણ સામેલ થશે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, વડાપ્રધાનની આંતરિક સુરક્ષાના પહેલા સ્તરમાં SPG કમાન્ડો દ્વારા સુરક્ષા કરવામાં આવશે. બીજા અને ત્રીજા સુરક્ષાસ્તરમાં MP ATS ના કમાન્ડો ઉપરાંત સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના જવાનો પણ ભાગ લેશે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સતત એલર્ટ મોડ પર છે અને કાર્યક્રમ પર નજર રાખશે.
વડાપ્રધાનમોદીની સુરક્ષામાં 7 હજાર જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે લગભગ 4,000 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, 3 હજાર જેટલા જવાનો પણ ખડે પગે હાજર રહેશે.
વડાપ્રધાનના રૂટ પર આવતા ઉંચા બિલ્ડીંગ પર પણ મોનીટરીંગ કરવામાં આવશે. ડ્રોન સુરક્ષા વ્યવસ્થા પર પણ નજર રાખશે. SPG સુરક્ષાની તમામ તૈયારીઓને દેખરેખ રાખશે. ટ્રાફિક વ્યવસ્થામાં ન ખોરવાઇ જાય તે માટે બધા જ માર્ગો પર ટ્રાફિક પોલીસ પણ તૈનાત રહેશે. રસ્તાઓ ડાયવર્ટ થવાને કારણે કોઇપણ પ્રકારની તકલીફ સર્જાય તો પોલીસનો હેલ્પલાઇન નંબર-0755, 2677340 જારી કરવામાં આવ્યો છે.