એક ક્ષણમાં જ લગ્નની ખુશી ફેરવાઇ ગઈ માતમમાં, લગ્નના દિવસે જ 5 લોકોના કરુણ મોત

ઘણી વાર એવું બને છે કે ખુશી ક્યારે શોકમાં ફેરવાઈ જશે એ આપણને ખબર જ નથી પડતી. આવી જ એક ચોંકાવનારી ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાંથી સામે આવી છે જ્યાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા વાનમાં સવાર લોકો અચાનક ટ્રક સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ દુ:ખદ ઘટના રવિવારે મોડી રાત્રે ભીલવાડા જિલ્લાના જાજપુર ખાતે બની હતી. વાન અચાનક કાબૂ બહાર ગઈ અને નાસ નદી ગોશાલા ચોક નજીક સામેથી આવતા ટ્રેલર સાથે અથડાઈ. અકસ્માત થયો ત્યારે ઘટના સ્થળે હાહાકાર મચી ગયો હતો. લગભગ 10 લોકો વાનમાં સવાર હતા, તે બધા લગ્નના સમારોહમાં ભાગ લીધા પછી પાછા ફર્યા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો પરિણીત પરિવારના સભ્યો અને સંબંધીઓ હતા.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હરીશ સહલા ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત એટલો ભયંકર હતો કે વાનનો ભુક્કો બોલી ગયો હતો. પોલીસે મૃતકની ઓળખ કમલેશ દેવી, અંકુશ, રામલાલ ખટિક, રાજુ અને અન્ય યુવાનો તરીકે કરી હતી. આ અકસ્માતમાં વાન ચાલકનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માત ની જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો અને પરિવારમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી.

Scroll to Top