ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જેના લીધે આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેર અને સાણંદ નજીક પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની જાણકારી સામે આવી છે. તેમ છતાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ચિંતાનું મોંજુ છવાઈ ગયું છે. બીજી તરફ મહેસાણા જિલ્લા પણ વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અને વરસાદ વરસ્યો છે.
જ્યારે હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. તેમ છતાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયેલ છે. તેની સાથે અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તેમ જ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદની વાત કરવામાં આવે તો વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદીના છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતાનું મોજું છવાઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ વરસ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરાયેલ છે.