ચાઇલ્ડ પોર્નોગ્રાફીની સામગ્રી અને ખરીદદારો ઝડપથી વધી રહ્યા છે. એક તારણ સૂચવે છે કે સર્ચ એન્જિન, ઇન્ટરનેટ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંબંધિત દરરોજ 1,16,000 થી વધુ પ્રશ્નો મેળવે છે. પ્રાથમિક તપાસ મુજબ 50થી વધુ જૂથો છે અને જેમાં 5,000થી વધુ ગુનેગારો બાળ જાતીય શોષણસામગ્રી વહેંચે છે, જેમાં લગભગ 100 દેશોના વિદેશી નાગરિકો/મોબાઇલ નંબરો નો સમાવેશ થાય છે. આ માહિતી સીબીઆઈના સૂત્રોને ટાંકીને પ્રકાશમાં આવી હતી.
વિદેશી નાગરિકો/મોબાઇલ નંબરોમાં પાકિસ્તાન (36), કેનેડા (35), યુએસએ (35), બાંગ્લાદેશ (31), શ્રીલંકા (30), નાઇજીરિયા (28), અઝરબૈજાન (27), યમન (24) અને મલેશિયા (22)નો સમાવેશ થાય છે. સીબીઆઈ વિદેશી નાગરિકોને લગતી આગળની કાર્યવાહી કરવાની અને સીએસઇએમ સામગ્રીના મૂળ અંગે વિવિધ વિદેશી એજન્સીઓ સાથે સંકલન કરવાની પણ યોજના બનાવી રહી છે. સીબીઆઈ ઔપચારિક અને અનૌપચારિક ચેનલો મારફતે સંલગ્ન એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે.
પ્રાથમિક તપાસ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે કેટલાક વ્યક્તિઓ પૈસાની લાલચમાં સીએસઇએમ સામગ્રીના વેપારમાં સામેલ હતા. ઘણી જગ્યાએ ઇલેક્ટ્રોનિક ગેજેટ, મોબાઇલ, લેપટોપ વગેરેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લોકો સોશિયલ મીડિયા ગ્રુપ, પ્લેટફોર્મ અને થર્ડ પાર્ટી પર લિંક્સ, વીડિયો, તસવીરો, ટેક્સ્ટ, પોસ્ટ્સ અને આવી કન્ટેન્ટ દ્વારા સીએસઇએમ ફેલાવી રહ્યા હતા. તેનો હેતુ હોસ્ટિંગ પ્લેટફોર્મ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા તેના બેંક ખાતાઓમાં નિયમિત આવક મેળવવાનો હતો. ગુનેગારોના પછાત અને આગળના જોડાણને શોધવા માટે મની ટ્રેઇલ શોધી કાઢવામાં આવી રહી છે.