સગીરે મહિલાની કરી હત્યા, ઘટના બાદ પ્રાઈવેટ પાર્ટમાં લગાવી દીધી આગ

દેશમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં દેશમાં ક્રાઈમની ઘટનામાં મોટો ઊછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. જે આજે દેશની રાજધાની દિલ્હીમાંથી સામે આવી છે. જે રાજધાની દિલ્હીમાં હત્યાનો વધુ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 17 વર્ષીય સગીરે એક મહિલાની હત્યા કરી છે. જો કે આ હત્યા પછી પણ તે સગીરનો ગુસ્સો શાંત ન થતા તેને મહિલાની હત્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં આગ લગાવી દીધી હતી. આ વાત પોલીસ તપાસમાં સામે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મહિલાની હત્યા લોખંડના સળિયા વડે માથામાં ઘા મારીને કરવામાં આવી હતી, અને આ હત્યા કર્યા બાદ લાશને મારુતિ વાનમાં નાખીને ડાબરી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી.

શું છે આખો મામલો, તે પહેલા જાણી લો. દિલ્હીના ડાબરી વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ એક મહિલાની અજાણી લાશ મળી આવી હતી, પોલીસને આ મામલે કોઈ ફરિયાદ મળી નહતી. આ પછી, પોલીસે હત્યાના કેસને ધ્યાનમાં રાખીને તેની તપાસ આગળ વધારી હતી. આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. આ દરમિયાન પોલીસને મહિલાની ઓળખ મળી હતી.

જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે વાનમાંથી મૃતદેહનો નિકાલ કરતી વખતે એક સગીર સીસીટીવીમાં કેદ થયો હતો. જયારે, ટેકનિકલ સર્વેલન્સ દ્વારા, એ પણ કહેવામાં આવ્યું હતું કે સગીરનું સ્થાન પણ તે સ્થળે હતું જ્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પૂછપરછ દરમિયાન સગીર આરોપીએ જણાવ્યું કે મૃતક મહિલા પરિણીત હતી અને તેની સાથે ગેરકાયદેસર સંબંધો હતા.

છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ઝઘડો વધી ગયો હતો, ત્યારપછી સગીરાએ 15 નવેમ્બરે મહિલાને પોતાના ઘરે બોલાવી હતી જ્યાં ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી સગીરે લોખંડના સળિયા વડે મહિલાના માથામાં હુમલો કરીને તેની ઘટના સ્થળે જ હત્યા કરી દીધી હતી. જો કે આટલું જ નહિ સગીરે મહિલાની હત્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં આગ પણ લગાવી દીધી હતી. આ પછી કાર દ્વારા મૃતદેહને ઠેકાણે લગાવવામાં આવી હતી. જો કે પોલીસે હાલમાં હત્યામાં વપરાયેલ લોખંડનો સળિયો અને મારુતિ વાન કબજે કરી લીધી છે. અને આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Scroll to Top