પતિથી અલગ રહેતી મહિલાની ASIએ હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી

ટેલ્કો પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયર કંપનીના તળાવ પાસે 18 નવેમ્બર ના રોજ બોરીમાં બંધ હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. જયારે હવે આ કેસને લઈને મોટો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા લાશની ઓળખ બિસ્તુપુરના સાઉથ પાર્કમાં રહેનાર વર્ષા પટેલ તરીકે કરી હતી. વર્ષા પટેલની હત્યા સાકચી પોલીસ સ્ટેશનમાં તૈનાત ASI ધર્મેન્દ્ર કુમાર સિંહે કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી દ્વારા પોતાનો ગુનો કબૂલી લેતા પોલીસ દ્વારા તેની બિહારના ભોજપુર જિલ્લાના સાહાપુરથી ધરપકડ કરવામાં આવી છે.

આ બાબતમાં સિટી એસપી સુભાષ ચંદ્ર જાટે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વર્ષા પટેલની હત્યાની તપાસ માટે એક ટીમને તૈયાર કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલાએ સાકચી પોલીસ સ્ટેશનમાં તૈનાત ASI ધર્મેન્દ્ર કુમાર સિંહ સાથે 12 નવેમ્બરના રોજ છેલ્લી વખત વાત કરવામાં આવી હતી. આ જ આધારે પોલીસ દ્વારા ધર્મેન્દ્ર કુમાર સિંહની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.

ઘટના બાબતે સિટી એસપીએ કહ્યું છે કે, એએસઆઈ ધર્મેન્દ્ર કુમાર સિંહ ઘટનાના દિવસે બિષ્ટુપુરમાં વર્ષા પટેલના ઘરે ગયેલા હતા. ત્યાંથી તેને ટેલ્કો ક્વાર્ટરમાં પોતાના ઘરે લઈ ગયા હતા. અહીં તેણે વર્ષા પટેલ સાથે કોઈ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ ધર્મેન્દ્રએ વર્ષા પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તેને વર્ષાનું માથું દિવાલ પર અથડાવ્યું હતું અને પછી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશ બોરીમાં ભરી નાખી હતી અને પછી સિલાઈ મારીને વાયર કંપનીના તળાવમાં ફેંકી દીધી હતી. જ્યારે તેનો સામાન સ્વર્ણરેખા નદીમાં ફેંકી દેવાયો હતો. તેની સાથે તેનો મોબાઈલ પણ બિસ્તુપુરમાં જ ઝાડીમાં ફેંકી દીધેલ હતો.

જ્યારે પૂછપરછ દરમિયાન આરોપી ધર્મેન્દ્ર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, વર્ષા પટેલ હંમેશા તેને પૈસા માટે બ્લેકમેલ કરતી રહેતી હતી. તેનાથી તે ખૂબ નારાજ હતો. જેનાથી છુટકારો મેળવવા તેણે વર્ષા પટેલની હત્યા કરી નાખી હતી. એસપીએ કહ્યું હતું કે, મૃતક વર્ષા પટેલનો મોબાઈલ ફોન, મૃતદેહને છુપાવવા માટે વપરાતી બેગ, મૃતદેહને લઈ જવા માટે વપરાતી મોટરસાઈકલ અને મોબાઈલ ફોન પણ મળી આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બિસ્તુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનારી વર્ષા પટેલ તેના પતિથી અલગ રહેતી હતી અને બ્યુટિશિયનનું કામ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત પોલીસ સ્ટેશનના જીપ ડ્રાઈવર જીમી સાથે થઈ અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. ત્યાર બાદ જીમીએ લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમ છતાં જીમી વર્ષા પાસે આવતો-જતો રહેતો રહ્યો. આ દરમિયાન જીમીએ બિસ્તુપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત ASI ધર્મેન્દ્ર કુમાર સિંહ સાથે તેની મિત્રતા કરાવી હતી.

Scroll to Top