કેન્સરને ખૂબ જ ખતરનાક રોગ માનવામાં આવે છે, આ રોગની સારવાર પણ ખૂબ ખર્ચાળ માનવામાં આવે છે. ભારત જેવા દેશમાં કેન્સરને સૌથી મોટી બીમારી માનવામાં આવે છે, તમામ મૃત્યુ આ રોગને કારણે થાય છે. કેન્સર સાથે જોડાયેલો એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ડોક્ટરે કેન્સરના દર્દીને કહ્યું કે સેક્સ કરવાથી કેન્સર મટી જશે. જો કે, તે ડોક્ટર રંગે હાથે ઝડપાઈ ગયો અને તેની તમામ કરતૂત સામે આવી ગઈ છે.
વાસ્તવમાં આ ઘટના ઈટલીની છે. ‘ડેઈલી મેલ’ ના એક અહેવાલ મુજબ, અહીંના એક પ્રખ્યાત ડૉક્ટર પાસે એક મહિલા પહોંચી, જેને ખબર પડી કે તેને કેન્સર થઇ ગયું છે. મહિલાને ડૉક્ટરે કહ્યું કે તે તેના કેન્સરનો ઈલાજ કરશે, આ માટે તેને ડૉક્ટર સાથે જ સંબંધ બાંધવો પડશે. મહિલાને ખબર પડી કે ડૉક્ટરનો ઈરાદો શું છે, ત્યાર બાદ તેણે ડૉક્ટર માટે એક પ્લાન પણ બનાવી લીધો.
મહિલાએ એક ચેનલનો સંપર્ક કર્યો અને તેને આખી વાત જણાવી દીધી. જ્યારે મહિલા ફરી ડોક્ટર પાસે પહોંચી તો ડોક્ટર તેને હોટલના રૂમમાં તેને લઈને પહોંચી ગયો. ડોક્ટરની તમામ હરકત કેમેરામાં રેકોર્ડ થઈ રહી હતી અને તે જ સમયે ચેનલની આખી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ડોક્ટરને જ્યારે ખબર પડી કે તે સ્ટિંગ ઓપરેશનનો શિકાર બની ગયો છે તો તેના હોશ ઉડી ગયા હતા.
રિપોર્ટ અનુસાર, આ 60 વર્ષીય ડોક્ટરનું નામ જિયોવાની મિનિએલો છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિલાએ કહ્યું કે જ્યારે તેણે બીમારીના ઈલાજના નામ પર સંબંધ બાંધવાનું દબાણ કર્યું ત્યારે તે જ સમયે મને શંકા ગઈ હતી. હાલ તો મીડિયાની મદદથી તેની પોલ ખુલ્લી પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.