સ્માર્ટફોન તમારા તમામ કામ આસાન કરી નાખે છે. પણ સ્માર્ટ ફોનના ઉપયોગમાં સૌથી મોટું અને સારું કામ કોઇ હોય તો ગેમ રમવી છે. કારણ કે તે બધાને ગમે છે. યુવાનોથી લઇને વૃદ્ધોને જો સ્માર્ટ ફોનની કિ યુઝ કરતા આવડી જાય તો ગેમ રમવાનું તેઓ પહેલા પસંદ કરશે. વર્ષો પહેલા જે નોકિયાનો 1108 મોબાઇલ આવતો હતો તેની સ્નેક ગેમ રમવાની ચાહતે યુવાનો અને નવારાઓને પાગલ કરી નાખ્યા હતા. આજે આવું જ પાગલપન પબજી ગેમ કરી રહી છે. પણ શું ગેમ રમવા પર પોલીસ ચોકિદારી કરે ? શું એવું થઇ શકે કે ગેમ રમવા બદલ તમે જેલમાં જાઓ ? એક વાઇરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પબજી ગેમ રમી તો પોલીસ તમારો ફોન લઇ લેશે.
શું છે સત્ય ?
પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી એક તસવીર છે. વોન્ટેડ અપરાધીઓની જે પ્રકારે તસવીર લગાવવામાં આવી હોય તેવા પ્રકારની. તેના પર ભારતનું રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ પણ છે. નીચેની તરફ ગુજરાત પોલીસનું નિશાન છે. પોસ્ટરની ઉપર ગુજરાતી ભાષામાં સંદેશ લખવામાં આવ્યો છે.
જો કોઇ માણસ સાર્વજનિક જગ્યા પર પબજી રમતો દેખાશે, તો તેની સામે કાયદાકિય પગલાં લેવામાં આવશે. તથા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવશે. લોકો આ તસવીરને શેર કરી રહ્યા છે અને ગુજરાત પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોવાનું કહી રહ્યા છે.
This is Fake News. No Such Notification/Order is issued by @GujaratPolice Please do NOT spread rumors. #ShareThis #AhmedabadPolice pic.twitter.com/nfFDjtORUM
— Ahmedabad Police (@AhmedabadPolice) December 26, 2018
સત્ય
અમદાવાદ પોલીસે 26 ડિસેમ્બરે સાંજે ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું. સત્ય સામે આવી ચૂક્યું છે. વાઇરલ પોસ્ટ વિશે ખૂદ અમદાવાદની પોલીસે લખ્યું છે કે આ ખોટી ખબર છે, ગુજરાત પોલીસે આ પ્રકારની નોટિસ કે કોઇ આદેશ નથી આપ્યો. કૃપ્યા અફવાઓ ફેલાવવાનું બંધ કરો. આ ટ્વીટને શેર કરો.
Related Article: PUBG પર કોર્ટના પ્રતિબંધ મામલે થયો મોટો ખુલાસો, મોબાઈલ રસિકોની સૌથી પ્રિય છે ગેમ
ભારતમાં પબજી મોબાઇલ ગેમ ઝડપથી પોપ્યુલર થઇ રહી છે અને હવે નંબર-1 મોબાઇલ ગેમિંગ એપ બની ચુકી છે. આ ગેમ પાછળનું ગાંડપણ લોકોમાં એટલું છે કે હવે 1થી 1.5 GB ડેટા પણ ઓછો પડી રહ્યો છે. પબજી ગેમ પાછળ લોકો ગાંડા થયા છે. આ ગેમમાં એક સમયે જોડાનાર આ ગેમ પ્રત્યે એટલો ગાંડો થઈ જાય છે કે કોઈ પણ સંજોગોમાં છોડી શકતો નથી. આ ગેમ ભારતીય યુવાધનને બરબાદ કરી રહી છે. અામછતાં આ ગેમ રમનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ ગેમ મામલે હવે ખોટી અફવા ફેલાઈ રહી છે. અમે અહીં તેનો ખુલાસો કરી રહ્યાં છે. જુઓ શું છે પબજી ગેમ માટે આ અફવા…
હાઈકોર્ટનો જે ઓર્ડર છે એ પણ ખોટો
યુવાઓ આ ગેમ પાછળ મોટાભાગનો સમય વેડફતા હોવાને મામલે આ ગેમને બોમ્બે હાઈકોર્ટે બંધ કરી હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ મામલે મોટા ખુલાસાઓ થયા છે. કોર્ટે પબજી ગેમને બંધ કરવા પાછળ એવો ખુલાસો કર્યો હતો કે, આ ગેમ પાછળ સરેરાશ એક વ્યક્તિ અઠવાડિયાના 8 કલાક બગાડે છે. આ ગેમને ભારતના 62 ટકા લોકો રમે છે જોકે, આ તમામ બાબતો ફેંક છે. હાઈકોર્ટનો જે ઓર્ડર છે એ પણ ખોટો છે.
હાઈકોર્ટમાં આ પ્રકારની કોઈ પોસ્ટ જ નથી. પબજીના મેનેજમેન્ટે થોડા સમય પહેલાં 30 હજાર એકાઉન્ટ બંધ કરી દેતાં એવી અફવા ફેલાઈ હતી કે પબજી ગેમ બંધ થઈ ગઈ છે. જોકે, કોર્ટે બંધ કરવાનો કોઈ ઓર્ડર કર્યો નથી. યુવાધનમાં આ સૌથી લોકપ્રિય ગેમ છે. યુવાઓ મોબાઈલમાં આ ગેમ જ રમતા હોય છે.