રાજ્યમાં દારૂ બંધી તે છો પરંતુ ના સમાન જોવા મળી રહી છે કેમકે અવારનવાર તેની ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે કંઇક એવું જ જોવા મળ્યું છે ગાંધીનગરનાં ઇન્ફોસિટીમાં એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જેમાં અત્યંત ધનાઢ્ય પરિવારનાં ખુબ જ ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા 4 યુવકો અને 9 યુવતીઓ અર્ધનગ્ન હાલતમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઈ આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને ફોન આવ્યો હતો કે, સરગાસણના સ્વાગત એફોર્ટ સોસાયટીનાં ફ્લેટમાં X-501 કેટલાક યુવક અને યુવતીઓ સ્પિકર પર જોરજોરથી ગીતો વગાડીને ડાંસ કરી રહ્યા છે.
આ કારણોસર પોલીસ દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવતા ત્યાંથી 4 યુવક અને 9 યુવતીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘરમાં દારૂની બે બોટલ અને અન્ય કેટલીક શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી હતી. આ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે.
તેમ છતાં જ્યારે પોલીસ પહોંચી ત્યારે યુવતીઓ અર્ધનગ્ન હાલતમાં હતી. એક યુવતીએ તો એટલો નશો કર્યો હતો કે, તે બેહોશીની હાલતમાં જોવા મળી હતી. જ્યારે અન્ય યુવતીઓ નશાની હાલતમાં ઝડપાઇ ગઈ હતી. વીડિયોમાં યુવક યુવતીઓ સ્પષ્ટ રીતે નશો કરેલા હોવાનું અને પોલીસને નહી બોલાવવાની વિનંતી કરતા જોવા મળે છે. તમામ વિદ્યાર્થીઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. તમામ ડોક્ટરીનો અભ્યાસ કરે છે. અત્યારે તો પોલીસ દ્વારા તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓની નામની વાત કરવામાં આવે તો તે આ પ્રકાર છે. જેમાં અવની રાકેશભાઈ અગ્રવાલ, પાર્થ રાજેન્દ્રભાઈ સોજીત્રા, નમ્રતા મનોજભાઈ અગ્રવાલ, અક્ષત વરપ્રર્ષાદ, સ્મૃતિ સદાનંદ પૂજારી, પૂજા મંગેશભાઈ સાંબારે, પ્રજવલ વિજયભાઈ કશ્યપ, શ્રીજા શ્રીનિવાસ અપન્ના, , દિવ્યાંશી મેહુલભાઈ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અર્જુન દિલીપભાઈ કાનતના નામ સામેલ છે.