9 કિલોમીટર દૂર ખાવાનું ડિલિવરી કરવા સાયકલથી પહોંચ્યો ડિલિવરી બોય, ગ્રાહકે ભેટમાં આપી દીધી બાઈક

ઘણી વખત આપણે ઓનલાઈન એપ્સથી ઘરે બેઠાં બેઠા ખાવાનું ઓર્ડર કરીએ છીએ. અને આપણે થોડીવારમાં જ ખાવાનું આપણા ઘરે ડિલિવરી બોય આપી જાય છે. પણ આપણને એ નથી જાણતા કે રેસ્ટોરન્ટમાં બેસીને આપણે જે ખાવાનું ઓર્ડર આપીએ છીએ તે અડધાથી 1 કલાક પછી આપણે મળે છે, પરંતુ એ જ ફૂડ-ખોરાક આપણે ઘરે બેઠા બેઠા થોડીવારમાં જ કેવી રીતે આપણે મળી જાય છે. ફૂડ ડિલિવરી કરનાર ડિલિવરી બોય ભલે ગમે તેટલો વરસાદ હોય, ગમે તેટલો તડકો હોય, તેમાં છતાં તે ઘણી મહેનત કરીને નિયત સમયમાં તમારા ઘરે ભોજન પહોંચાડી જ દે છે.

9 કિલોમીટર દૂર સાઈકલથી ભોજન લઈને પહોંચ્યો ડિલિવરી બોય: આવા જ એક Zomato ડિલિવરી બોયએ તેના ગ્રાહકોને ફૂડ (ભોજન) નો ઓર્ડર પહોંચાડવા માટે લગભગ 9 કિલોમીટર સાઇકલ ચલાવી હતી. 9 કિલોમીટરનું અંતર માત્ર 20 મિનિટમાં પાર કરીને Zomatoના ડિલિવરી બોય અકીલ અહેમદે ગ્રાહકને ભોજન પહોંચાડ્યું. Zomatoના તે ડિલિવરી બોયથી ગ્રાહક પણ એટલો પ્રભાવિત થયો કે તેણે તે ડિલિવરી બોયને એક બાઇક ગિફ્ટ કરી દીધી.

વાસ્તવમાં, હૈદરાબાદના રહેવાસી રોબિન મુકેશે Zomatoની ઓનલાઈન એપ્લિકેશનથી પોતાના માટે ભોજનનો ઓર્ડર આપ્યો હતો. જે હોટેલથી તેને ભોજનનો ઓર્ડર આપ્યો હતો તે ત્યાંથી તેનું ઘર 9 કિલોમીટર દૂર છે. Zomatoનો જે ડિલિવરી બોય જોબ આ મુકેશનો ઓર્ડર પહોંચાડવાનો હતો, તે સાયકલથી ડિલિવરી કરતો હતો. પરંતુ 9 કિલોમીટરનું અંતર અકીલ અહેમદ નામનો ડિલિવરી બોયએ માત્ર 20 મિનિટમાં પાર કરીને રોબિન મુકેશના ઘરે ભોજન લઈને પહોંચી ગયો.

રોબિન મુકેશે ડિલિવરી બોયને ગિફ્ટ કરી દીધી બાઇક: રોબિન મુકેશના ઘરે ભોજન લઈને પહોંચ્યો ત્યારે રોબિને તેને પૂછ્યું તો તેણે કહ્યું કે તે સાઈકલથી જ ફૂડ ડિલિવરીનું કામ કરે છે. રોબિનને તેની સખત મહેનત પર ઘણી દયા આવી અને રોબિનને એક ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા તે ડિલિવરી બોય માટે ભંડોળ એકત્ર કરવા અપીલ કરી.

રોબિન મુકેશે તે ડિલિવરી બોયનો ફોટો અપલોડ કર્યો અને તેની નીચે તેની વિગતો લખી. 10 કલાકની અંદર જ લગભગ 60 હજાર રૂપિયા લોકોએ તે ડિલિવરી બોયની મદદ માટે મોકલી દીધા. લોકોની મદદથી અકીલ અહેમદ માટે લગભગ 73,370 રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. રોબિને તે પૈસામાંથી 65 હજાર રૂપિયાની કિંમતની TVS XL બાઇક તે ડિલિવરી બોયને ભેટમાં આપી દીધી અને બાકીના પૈસા તેને તેની કૉલેજની ફી ભરવા માટે તેને આપી દીધા.

Scroll to Top