કપડાં જોઈને તમને લાગશે કે ગામની ગરીબ મહિલા છે, પરંતુ તે તેની ઓળખ જાણી ને ચોંકી જશો તમે

ગુજરાત કેડરના તેજસ્વી આઈપીએસ અધિકારી સરોજ કુમારીના ઘરે ઉજવણી કરવાનો બેવડો મોકો છે. સરોજ કુમારીએ એકસાથે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી એક પુત્ર અને એક પુત્રી છે. આઈપીએસ સરોજ કુમારીએ ખુદ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી છે.

IPS ઓફિસર સરોજ કુમારીએ પોતાના બંને નવજાત બાળકોનો ફોટો શેર કરતા લખ્યું કે ભગવાને પુત્ર અને પુત્રીને આશીર્વાદ તરીકે આપ્યા છે. અધિકારી કુમારીએ શેર કરેલી તેના પહેલા બાળકની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.

અવારનવાર યુનિફોર્મમાં જોવા મળતા આ IPS બાળકોના જન્મ પ્રસંગે પોતાની ગ્રામ્ય પૃષ્ઠભૂમિને ભૂલ્યા નથી. બાળકોને જન્મ આપ્યા પછી, તે તેના પરંપરાગત ગ્રામીણ મહિલા ડ્રેસ લહેંગા અને ચુનરીમાં દેખાય છે. તેનો આ પહેરવેશ જોઈને તે કોઈ ગામડાંની ગરીબ મહિલા હોય તેવું લાગે છે. IPS સરોજ કુમારીના લગ્ન દિલ્હીના જાણીતા ડોક્ટર મનીષ સૈની સાથે થયા છે. ડૉ. મનીષ સૈની અને IPS સરોજ કુમારીએ વર્ષ 2019ના જૂન મહિનામાં લગ્ન કર્યા હતા.

IPS સરોજ કુમારીનો જીવન સંઘર્ષ એવા લોકો માટે એક ઉદાહરણ છે જેઓ વિચારે છે કે સરકારી શાળાઓમાં ભણીને કંઈ થઈ શકતું નથી. સરોજ કુમારીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામ બુદાનિયાની સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું છે. તે વર્ષ 2011 બેચની આઈપીએસ અધિકારી છે.આ સાથે, તે એકમાત્ર IPS અધિકારી છે જે માઉન્ટ એવરેસ્ટને જીતવાના મિશનમાં સામેલ હતી.

Scroll to Top