સાઉથ આફ્રિકામાં ભારતીયોને નડ્યો અકસ્માત, ભરૂચના ત્રણ લોકોના કરુણ મોત, 7 ઈજાગ્રસ્ત

ગુજરાતીઓ માટે દુ:ખદ ઘટના સામે આવી છે. ભરૂચથી સાઉથ આફ્રિકા ગયેલા 10 લોકોનો અકસ્માત થયો છે. જેમાથી ત્રણ લોકોનું કારનું ટાયર ફાટતા દુ:ખદ મોત થયું છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે અને અન્ય પાંચ લોકોને સામાન્ય ઇજા થયેલ છે. આ કારનું પિટર્સબર્ગ નજીક કારનું ટાયર ફાટ્યુ હતુ જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ તમામ લોકો કારમાં બેસીને જ્હોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જઈ રહ્યા હતા.

પરંતુ રસ્તામાં કારનું ટાયર ફાટતા કાર હવામાં ઉછળી ગઈ હતી. જેના લીધે 10 લોકોમાંથી 3 લોકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. તેની સાથે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અક્માતના લીધે ત્યાં રહેનાર ગુજરાતીઓમાં શોક છવાઈ ગયો છે.

હાલમાં આ મૃતકોના ભારતમાં રહેનાર પરિવારજનોને જાણ કરવામાં આવેલ છે. આ મૃતકોને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દુ:ખદ સમાચાર સાંભળતા જ ભારતમાં રહેનાર પરિવારમાં શોકનું મોજું ફેરવાઈ ગયું છે. હવે થોડા જ દિવસોમાં આ મૃતક લોકોને ભારતમાં લાવવામાં આવશે.

Scroll to Top