અનુપમા અને અનુજની લવ સ્ટોરી આજકાલ ટીવી સિરિયલ અનુપમામાં શરૂ થવાની છે. પરંતુ એવું લાગે છે કે પ્રમ વાર્તા શરૂ થતાં જ તે સમાપ્ત થઈ જશે. અનુજની ભૂમિકા ભજવતા અભિનેતા ગૌરવ ખન્નાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેના ચાહકોને ભારે આઘાત લાગી શકે છે.
સીરિયલ ‘અનુપમા’ ની સ્ટોરી સમય જતાં એકદમ રસપ્રદ બની રહી છે. અનુપમા અને અનુજ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યા છે. અનુજ અનુપમાને તેના દિલની વાત કહેવાથી થોડો ડરે છે. સીરિયલ્સમાં ચૂપ રહેતો અનુજ રિયલ લાઇફમાં ખૂબ જ ફની છે. આનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં રૂપાલી ગાંગુલી લાઇવ થઈને તેના ચાહકો સાથે વાત કરતી જોવા મળે છે.
આ વીડિયોમાં અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના એ રૂપાલી ગાંગુલી સાથે ભારે મસ્તી કરી હતી. એટલું જ નહીં ગૌરવ ખન્નાએ તો એવો દાવો પણ કર્યો હતો કે તે રોજ રૂપાલી ગાંગુલીના પગને સ્પર્શ કરીને સીરિયલ અનુપમાનું શૂટિંગ શરૂ કરે છે. ગૌરવ ખન્ના આ લાઇવ વીડિયોમાં રૂપાલી ગાંગુલીને પોતાના સિનિયર ગણાવી રહ્યા છે. ગૌરવ ખન્નાની વાત સાંભળીને રૂપાલી ગાંગુલી પણ ચોંકી ગઈ હતી. ગૌરવ ખન્નાએ દાવો કર્યો હતો કે તેઓ ટૂંક સમયમાં જ સિરિયલ અનુપમાને અલવિદા કહેવાના છે.
વીડિયો વાયરલ થયા પછી ચાહકોને થોડો આઘાત લાગ્યો છે કે શું તેઓ આટલી જલ્દી શો છોડવાના છે. જોકે વીડિયોના અંતે રૂપાલી ગાંગુલી પણ કહેતી જોવા મળે છે કે તે અનુજ કે ગૌરવ છે જેણે મજાકમાં આવું કહ્યું છે. એટલું જ નહીં તે અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીને લાઈવ થતી રોકવા માટે પણ ઘણા પ્રયત્નો કરે છે.