પરાગ અગ્રવાલ આ સમયના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. તેઓ પણ એક દિવસ પરાગની જેમ સફળતાનો સ્વાદ ચાખવા માંગે છે. સોમવારે પરાગ ટ્વિટરના નવા સીઈઓ બન્યા હતા. અગાઉ તેઓ કંપની દ્વારા સીટીઓ (ચીફ ટેકનોલોજી ઓફિસર) તરીકે કામ કરતા હતા. પરંતુ જ્યારે ટ્વિટરના સહસ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી એ રાજીનામું આપ્યું ત્યારે પરાગને તેમના ઉત્કૃષ્ટ દેખાવને ધ્યાનમાં રાખીને તેમને કંપનીના નવા સીઇઓ બનાવ્યા હતા.
પરાગનો જન્મ 1984માં અજમેરની જવાહરલાલ નહેરુ હોસ્પિટલ માં થયો હતો. તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના અજમેરનો છે. તેના ખજાના ગલીમાં એક નાનકડા ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓએ આ ઘરમાં લાંબો સમય વિતાવ્યો છે. ત્યારે પરાગના પિતા રામગોપાલ અગ્રવાલ નોકરી મળ્યા બાદ મુંબઈ શિફ્ટ થયા હતા. તેમના પિતા પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં કામ કરતા હતા. પરાગની માતા નિવૃત્ત શાળાશિક્ષક છે.
પરાગની શાળા અને કોલેજનું શિક્ષણ મુંબઈમાં થયું છે. તેમણે એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ આઈઆઈટી બોમ્બે ના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. 2005 માં પરાગ એ યુ.એસ. માં સ્થળાંતર કર્યું હતું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડી કરતી વખતે તે 2011 માં ટ્વિટર સાથે જોડાયો હતો. ટ્વિટરના નવા સીઈઓ બનતા પહેલા તેઓ કંપનીના ચીફ ટેકનોલોજી ઓફિસર હતા. તેમને 2017 માં સીટીઓની પોસ્ટ મળી હતી.
પરાગના પરિવારે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તેમના દાદા રામચંદ્ર અગ્રવાલ એક સમયે મુનિમ હતા. ભાડાના મકાનમાં મધ્યમવર્ગીય પરિવારની જેમ તે વર્ષો સુધી તેના પરિવાર સાથે રહ્યો. પરાગના માતાપિતા હાલમાં તેમના પુત્ર સાથે યુ.એસ. માં રહે છે. તેઓ 4 ડિસેમ્બરે અજમેરની મુલાકાત લેશે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.