રાજસ્થાનના આ રહસ્યમય મંદિરમાં રાત્રે રહેવું પડી શકે છે ભારે, પથ્થર બની જાય છે ભક્તો….

એક મંદિર જ્યાં કોઈ ભક્ત રાત્રે રોકાઈ જાય તો તે પથ્થર બની જાય છે. આ રહસ્યમય મંદિર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં છે, જેને ‘કિરાડુ મંદિર’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવે છે, પરંતુ સૂર્ય ના આથમતાં મંદિર સૂમસામ થવા લાગે છે. કોઈ ભક્ત ભૂલથી અહીં રાત્રે રહેવા માંગતો નથી. મંદિરના જૂના ઇતિહાસે લોકોમાં ભય પેદા કર્યો છે.

રાજસ્થાનમાં રહોવા છતાં પણ ‘કિરાડુ મંદિર’ની શૈલી દક્ષિણ ભારતના મંદિરો જેવી જ છે. તેને રાજસ્થાનમાં ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થળનું નામ 1161 બીસીમાં ‘કિરાટ વેલ’ રાખવામાં આવ્યું હતું, જે હવે ‘કિરાડુ મંદિર’ તરીકે ઓળખાય છે. મંદિરોની પાંચ શ્રેણીઓ છે, જેમાં શિવ મંદિર અને વિષ્ણુ મંદિર સુરક્ષિત છે. બાકીના તમામ મંદિરો હવે ખંડેર થઈ ગયા છે. કિરાડુ મંદિર કોણે બનાવ્યું તે સંપૂર્ણપણે જાણી શકાયું નથી.

કહેવાય છે કે એક સાધુ ઘણા વર્ષો પહેલા પોતાના શિષ્યો સાથે મંદિરમાં આવ્યા હતા. સાધુઓ ફરવા નીકળ્યા અને બધા શિષ્યો મંદિરમાં હતા. આ દરમિયાન એક શિષ્ય ની તબિયત અચાનક જ બગડી ગઈ અને કોઈએ મદદ કરી નહીં. સિદ્ધ સાધુઓ મંદિરમાં પાછા ફર્યા ત્યારે તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ, જેનાથી તેઓ ગુસ્સે થયા અને ગામલોકોને શ્રાપ આપ્યો કે સૂર્યસ્તા પછી બધા ગામલોકો પથ્થરોમાં ફેરવાઈ જશે.

આ કિરાડુ મંદિર સાથે જોડાયેલી બીજી માન્યતા એ છે કે ગામની એક મહિલાએ સાધુના શિષ્યોને મદદ કરી હતી, તેથી સાધુએ મહિલાને સૂર્યાસ્ત પહેલાં ગામ છોડી દેવા અને પાછળ વળીને ન જોવા નું કહ્યું હતું. પરંતુ મહિલાએ ભૂલ કરી અને પાછળ જોયું. જે પછી તે પથ્થર બની ગઈ. મહિલાની પ્રતિમા પણ મંદિરથી થોડે દૂર સ્થાપિત હોવાનું કહેવાય છે.

Scroll to Top