માછીમારોની જાળીમાં વ્હેલ માછલીની દુર્લભ પ્રજાતિ ફસાઈ, આવી ખરાબ પરિસ્થિતિમાં તેણે બચ્ચાને…

યુ.એસ. વૈજ્ઞાનિકોને દરીયાકાંઠે નવજાત જન્મેલી વ્હેલ સાથે લુપ્ત થતી પ્રજાતિની વ્હેલ જોવા મળી. આ પ્રજાતિની વ્હેલ દક્ષિણપૂર્વ અમેરિકાના એટલાન્ટિક સમુદ્ર વિસ્તારમાં મળી આવી હોવાની પુષ્ટિ થઈ છે. આ વ્હેલ માર્ચમાં માછીમારીના દોરડામાં ફસાઈ ગઈ હતી અને આ દોરડું તેના મોઢામાં ફસાઈ ગયું હતું. એક અંદાજ મુજબ તેણે દોરડામાં ફસાયેલી હાલતમાં જ નવજાત વ્હેલને જન્મ આપ્યો હતો.

ડિસેમ્બરથી માર્ચ સુધી ચાલતી બ્રીડિંગ સીઝન દરમિયાન અહીં બીજી વ્હેલના જન્મની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યોર્જિયા ડિપાર્ટમેન્ટ ઓફ નેચરલ રિસોર્સિસના વન્યપ્રાણી વૈજ્ઞાનિક ક્લે જ્યોર્જે જણાવ્યું હતું કે નવજાત રાઈટ વ્હેલને ગુરુવારે જ્યોર્જિયા નજીક કમ્બરલેન્ડ ટાપુ પર તેની માતા સાથે એરિયલ સર્વે ટીમે જોઈ હતી. નવજાત વ્હેલ તંદુરસ્ત દેખાય છે. ઉત્તર એટલાન્ટિકમાં આ વ્હેલ વધુને વધુ લુપ્ત થઈ રહી છે.

વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ સંખ્યા હવે 350 થી ઓછી છે. પુખ્ત વયની માદાઓ દર શિયાળામાં જ્યોર્જિયા અને ફ્લોરિડાથી બાળકને જન્મ આપવા માટે ગરમ પાણીમાં સ્થળાંતર કરે છે. જ્યોર્જે સમજાવ્યું કે જાન્યુઆરી 2011ના અન્ય એક અહેવાલની માહિતી મુજબ નવજાત શિશુ સાથે માછીમારી દોરડામાં ફસાયેલી વ્હેલ જોવા મળી હતી જે થોડા સમય પછી આખરે તેમાંથી મુક્ત થઈ ગઈ હતી.

તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે જોવા મળેલી માદા વ્હેલના માથા પર કેટલાક ઉઝરડાના ચિહ્નો જોવા મળ્યા હતા. તે વ્હેલ ઓછામાં ઓછા માર્ચ મહિનાથી આ માછીમારી દોરડામાં ફસાયેલી છે. તે સૌ પ્રથમ મેસેચ્યુસેટ્સ શહેરના દરિયાકાંઠે દોરડામાં ફસાયેલી હોવાનું જાણવા મળેલ હતું. વ્હેલ દક્ષિણ તરફ જાય તે પહેલાં વન્યપ્રાણી નિષ્ણાતો દોરડું કાપવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ તે દોરડાને સંપૂર્ણપણે દૂર કરી શક્યા ન હતા. જ્યોર્જે કહ્યું કે તે દોરડામાં ફસાઈ ગઈ હતી તેથી જ તે નવજાત બચ્ચાંની યોગ્ય સંભાળ રાખી શકતી ન હતી અને કદાચ તેથી જ તેના મોઢા પર ઉઝરડાના નિશાન છે.

Scroll to Top