કલ્પના કરો કે તમે તમારું રાત્રિભોજન અથવા બપોરનું ભોજન આરામથી કરી રહ્યા છો અને અચાનક તમારા ખોરાકમાંથી માનવ ભાગ બહાર આવી જાય છે. આ દ્રશ્ય જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આવો જ એક કિસ્સો આફ્રિકાના દેશ ઘાનામાં સામે આવ્યો છે. એક મહિલા ખોરાક ખાઈ રહી હતી ત્યારે તેના ખોરાકમાં માનવના પ્રાઈવેટ પાર્ટ જેવું કંઈક દેખાયું. પહેલા તો તેને ગેરસમજ થઈ, પરંતુ જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તે માનવ લિંગ હતું.
મહિલાએ શેરીમાંથી ખરીદ્યો હતો ખોરાક
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે શેર કરવામાં આવ્યું હતું તે બતાવે છે કે મહિલા તેના હાથમાં ‘લિંગ-આકારની’ વસ્તુ ધરાવે છે અને દાવો કરે છે કે તેને તે ફૂડ પેકેટમાં મળ્યું છે જે તેણે શેરી વિક્રેતા પાસેથી ખરીદ્યું હતું. વીડિયોમાં મહિલા માંસનો ટુકડો બતાવતી જોવા મળે છે જે તેને તુઓ ઝફી નામની વાનગીમાં મળે છે. તુઓ ઝફી ઘાનામાં ઉપલબ્ધ મુખ્ય ખોરાક છે. અનાજ અને માંસમાંથી બનેલો આ ખોરાક સ્ટ્રીટ ફૂડના સ્ટોલ પર સરળતાથી મળી આવે છે.
માનવ લિંગ જેવી વસ્તુ નીકળી ખોરાકમાં
મહિલાએ આ જ શેરીમાંથી આ વાનગી ખરીદી હતી. જો કે, તેના ખોરાકમાં માનવ લિંગ જેવું કંઈક જોવા મળતાં તે આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરતાં મહિલાએ લોકોને વિનંતી કરી હતી કે તેઓ સ્ટ્રીટ સ્ટોલ પરથી ખરીદેલી ખાદ્ય ચીજોનું સેવન કરતા પહેલા તેની કાળજીપૂર્વક તપાસ કરે. લોકોએ એમ પણ કહ્યું કે મહિલાએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ કારણ કે દરેક જણ સોશિયલ મીડિયા પર નથી.
યુઝર્સ આપી રહ્યા છે આ સલાહ
એક યુઝરે લખ્યું, “કૃપા કરીને પોલીસને જાણ કરો, કારણ કે ઘણા લોકો પાસે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સુધીની પહોંચ નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, “પોલીસે આ મામલાની તપાસ કરવી જોઈએ અને જો આ સસ્તી પબ્લિસિટી માટે ફેક સ્ટોરી છે, તો મહિલાએ કાર્યવાહી કરવામાં આવે. કૃપા કરીને તમે શું ખાઓ છો તેની કાળજી રાખો. સલામત રહો.
View this post on Instagram
પહેલા પણ સામે આવી ચુકી છે આવી ઘટના
આ પહેલીવાર નથી જયારે ઘાનામાં ફૂડ પેકેટમાંથી આવી ઘૃણાસ્પદ વસ્તુ મળી આવી હોય. 2016માં અકૌસા નામની એક મહિલાને તેના ખોરાકમાં લિંગ જેવા આકારનો માંસનો ટુકડો મળ્યો હતો. આ ઘટના ઘાનાના અકરામાં બની હતી. યુકે મેટ્રોના એક અહેવાલ મુજબ, અકોસાએ પોલીસનો સંપર્ક કર્યો અને માંસના ટુકડા પર ડીએનએ ટેસ્ટ કરાવવા માટે કહ્યું. જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.